અમદાવાદઃ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ગોપાલગુરુજીની કર્મભૂમિ ગણાતા માનગઢમાં વિવેકાનંદ કેન્દ્ર પંચમહાલ(ગુજરાત), બાંસવાડા (રાજસ્થાન) અને ઝાબુઆ (મધ્યપ્રદેશ) તથા ક્રિડા ભારતીના સયુક્ત ઉપક્રમે છ કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારના 400થી વધારે ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ દોડમાં ભાગ લેનાર યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટિશ સરકારે જલિયાલવાલા બાગ જેવો હત્યાકાંડ માનગઢમાં સર્જોયો હતો, જેમાં 1500થી વધારે શાંતિપ્રિય આદિવાસી ભાઈ-બહેનો શહીદ થયાં હતા.