ગાંધીનગરઃ રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડીની જગ્યા માટે નોકરી મેળવવા ઉમેદવારો તૈયારીમાં લાગી ગયા છે. પીએસઆઈ અને એલઆરડી એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પી એસ આઈ–એલઆરડી જગ્યા માટે બંને ફોર્મ ભરનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. જેમા પીએસઆઈ અને એલઆરડી એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. તા. 26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. પીએસઆઈ અને એલઆરડી એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારો ઓજસની વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ સંદર્ભે આઇપીએસ હસમુખ પટેલે ટીટ કરી જાણકારી આપી હતી.
ગુજરાત પોલીસમાં એલઆરડીમાં 10,459 જેટલી અને પીએસઆઈ 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. એલઆરડી ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે.
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ જણાવ્યા મુજબ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને પીએસઆઈ ભરતી માટે 50 માર્ક છે. અત્રે નોંધનીય છે કે, એલઆરડી માટે ઉમેદવારોએ પૂરા 25 માકર્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માકર્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માકર્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. (file photo)