કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા
- કેરળમાં કોરોનાનો કહેર
- રાજ્ય સરકારે જીલ્લાઓને કર્યા એલર્ટ
દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે ત્યારે કેરળમાં ખૂબ જ ઝડપછી કેસની સંખ્યા વધતી જઈ રહી છએ જેને લઈને રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા છે અને કોરોનાની સ્થિતિ પર ધ્યાન આપવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એ કોરોનાના વધતા કહેરને જોતા આજરોજ બુધવારે તમામ જિલ્લાઓને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિતોની સંખ્યામાં થોડો વધારો થયો છે અને મંગળવારે કોરોનાના 172 નવા કેસ નોંધાયા છે. તેમણે માહિતી આપી હતી કે તિરુવનંતપુરમ અને એર્નાકુલમ જિલ્લામાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પ્રમાણમાં વધારે છે.જેને લઈને હવે દરેકે સતર્ક રહેવું જરુરી છે.
આ સાથે જ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,026 છે, જેમાંથી 111 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે તમામ જિલ્લાઓને મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. જ્યોર્જની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરાઈ છે ત્યાર બાદ દરેક જીલ્લાને પણ એલ ર્ટ કરાયું છએ ખાસ કરીને જ્યા કોરોના સંક્રમણનો દર વધુ જોવા મળ્યો છએ તેવા જીલ્લાઓની ઓળખ કરી તેમને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.