આજથી મુંબઈ ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની 3 દિવસીય બીજી બેઠકનો થશે આરંભ
- આજથી મુંબઈ ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ઼ની બેઠક
- આ વર્કિંગ ગૃપની બીજી બેઠક હશે જેનો આજથી આરંભ થશે
દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 2દની અધ્યક્ષતા કરી રહ્યું છે જેના અતંર્ગત દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જૂદી ડૂદી બેઠકો યોજાઈ રહી છએ ત્યારે આજરોજ મુંબઈ ખાતે ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બીજી બેઠકનો થશે આરંભ થવા જઈ રહ્યો છે . નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સચિવ કમલ કિશોરે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપની બેઠકના અગ્રતા ક્ષેત્રો વિશે માહિતી આપી હતી.
મુંબઈમાં યોજાનારી ત્રણ દિવસીય બેઠકમાં ચાર ટેકનિકલ સત્રો અને સાઈડ ઈવેન્ટ્સ હશે. આ ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન આપત્તિના જોખમ ઘટાડવાના નાણાકીય વ્યવસ્થાપન માટેના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠકની થીમ પર ફોલોઅપ કરશે.
આ સહીત વર્ષ 2015 થી 2030 સુધીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સેન્ડાઈ ફ્રેમવર્કની મિડ-ટર્મ રિવ્યુને તરત જ અનુસરવા માટે આ બેઠકનું આયોજન વ્યૂહાત્મક રીતે કરવામાં આવ્યું છે. આ મધ્ય-ગાળાની સમીક્ષા જનરલ એસેમ્બલીના પ્રમુખ દ્વારા 18 મે અને 19 મે 2023ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં, G-20 ફોરમ સેન્ડાઈ ફ્રેમવર્કના ઉદ્દેશ્યોને અનુરૂપ તમામ સંબંધિત ઉકેલો પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
G-20 દેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 9 ટકાના સરેરાશ વાર્ષિક રોકાણ અથવા 218 બિલિયન ડોલરના અંદાજિત વાર્ષિક સરેરાશ નુકસાન સાથે, વધતી આપત્તિ અને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમોને કારણે ઝઝૂમી રહ્યા છે. આ દૃષ્ટિકોણથી, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર કાર્યકારી જૂથની બીજી બેઠક ખૂબ મહત્વ ધરાવે છે.
આ સાથે જ આ બેઠકોમાં જાહેર અને ખાનગી નાણાં વ્યવસ્થાપન, સામાજિક સુરક્ષા, જ્ઞાનનું આદાનપ્રદાન અને આપત્તિ પ્રતિભાવ, પુનઃપ્રાપ્તિ અને પુનઃનિર્માણ માટેની આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાના વિષયો પર ચર્ચા કરવામાં આવશે.