મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 માર્ચ એટલે કે આજે ફરી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટકરાશે. આ પહેલા 17 માર્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો કાંગારૂ ટીમ આ મેચ પણ હારી જશે તો વનડે ટ્રોફી પણ તેમના હાથમાંથી જતી રહેશે.
આજની મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. અહીં ભારતીય ટીમનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા માટે મુસીબત વધારનાર છે. અહીં રમાયેલી 9 મેચોમાંથી ભારતે 7માં જીત મેળવી છે અને એક મેચ ટાઈ રહી છે. ભારતીય ટીમ આ મેદાન પર માત્ર એક મેચ હારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ પહેલા પણ આ મેદાન પર ટકરાયા છે. ઓક્ટોબર 2010માં રમાયેલી વનડે મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર ઉપલબ્ધ રહેશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર , મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ
ઓસ્ટ્રેલિયન ટીમઃ ડેવિડ વોર્નર, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સિઓનિસ, જોસ ઈંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન અગર, એડમ ઝમ્પા, નાથન એલિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી.