- બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરુ
- જે 6 એપ્રિલ સુધી ચાલશે
દિલ્હી – સંસસના બીજા તબક્કાનો આજરોજ સોમવારથી આરંભ થવા જઈ રહ્યો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન કુલ 17 જેટલી બેઠકો યોજાવા જઈ રહી છે. વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તો બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે વિરોધ પક્ષોની બેઠકની યોજના બનાવી છે.
જાણકારી પ્રમાણે આ સત્રમાં સરકારની પ્રાથમિકતા ફાઇનાન્સ બિલ પાસ કરાવવાની માનવામાં આવી રહી છે. વિપક્ષ ભાજપના રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યું છે.
આ સહીત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિદેશની ધરતી પર દેશ અને સરકારની ટીકા પણ ગૃહની કાર્યવાહીમાં અવરોધ બની શકે છે. ઉલ્લેખનીય છે કે સત્રના પ્રથમ તબક્કામાં અદાણી એપિસોડ પર સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી વિપક્ષ દ્રારા હંગામા બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ હતી અને 13 માર્ચ સુધી તે સ્થગિત રખાી હતી ત્યારે આજથી આ સંસંદના બજેટ સત્રનો બીજો તબક્કો યોજાશે જે 6 એપ્રિલ સુધી ચાલશે..
આ સહીત કોંગ્રેસે અદાણી મુદ્દે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જણાવ્યું હતું કે પાર્ટીએ અદાણી ગ્રૂપ વિવાદમાં દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી . ત્યારે આ સત્તમાં પણ હંગામો અને દલીલ બાજીઓ નો દોર શરુ રહેશે.