જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે
- છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે
- 25.78 લાખથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે
- ચૂંટણી પંચે આ તબક્કામાં 3502 મતદાન કેન્દ્રો ઉભા કર્યા
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં જમ્મૂ કાશ્મીરના છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
જેમાં કાશ્મીરની 15 વિધાનસભા જ્યારે જમ્મૂવિસ્તારની 11 વિધાનસભા બેઠકો સામેલ છે.25 લાખ, 78 હજાર, 99મતદારોમાં 13 લાખ, 12 હજાર, સાતસો 30પુરુષ મતદાતાઓ , જયારે 12 લાખ, 65 હજાર,ત્રણસોથી વધુ મહિલા મતદાતાઓ, 53 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ સામેલ છે. જેમાંથી 21 હજાર, ત્રણસો 59 મતદારોપહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે આ તબક્કામાં ત્રણ હજાર, પાચસો બે મતદાન કેન્દ્રો ઉભા કર્યા છે. દરેક કેન્દ્ર પર વેબકાસ્ટિંગનીવ્યવસ્થા કરવામાં આવી છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar jammu and kashmir Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates on September 25 Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar second phase Taja Samachar viral news Voting will take place