- નૌસેનાની તાકાત થશે બમણી
- પી-8 આઈ એરક્રાફ્ટની બીજી સ્કોવડન બેડામાં થશે સામેલ
દિલ્હીઃ- ભારત સરકાર દ્રારા સતત દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની કવાયત હાથ ઘરાઈ રહી છે,અનેક રીતે સેનાને સાઘનો અને આઘુનિક ટેક્નોલોજીથઈ સજ્જ કરીને તેની તાકાત વધારાઈ રહી છે, ત્યારે હવે નૌસેનાની તાકાત આજે બમણી થવા જઈ રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે નોસેનામાં આજરોજ મંગળવારે તેની બીજી એર સ્ક્વોડ્રનને ફ્રન્ટમાં તૈનાત કરશે જેમાં ચાર P-8I એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
બેડામાં તેનો સમાવેશ થતાની સાથે જ હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની જાસૂસી ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. P-8I એરક્રાફ્ટ લાંબા અંતરના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ છે.
આ મામલે સોમવારના રોજ અધિકારીઓએ માહિતી આપી હતી કે ઈન્ડિયન નેવી એર સ્ક્વોડ્રન 316નેવી ચીફ આર હરિ કુમારની હાજરીમાં ગોવામાં ડાબોલિમ નજીકના નૌકાદળના હવાઈ મથક INS હંસા ખાતે કાર્યરત કરવામાં આવશે,.
જાણો સ્ક્વોડ્રન 316 ખાસિયતો
- ભારતીય નૌકાદળની એર સ્ક્વોડ્રન 316 બહુ-ભૂમિકા વાળા લાંબા-અંતરના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ, P-8I એરક્રાફ્ટ અને એન્ટી-સબમરીન યુદ્ધ જહાજોનું સંચાલન કરશે.
- આ નવી સ્ક્વોડ્રન ચીનની હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધી રહેલી દખલગીરીની ચિંતા વચ્ચે તૈયાર કરવામાં આવી છે
- . P-8I એરક્રાફ્ટમાં બે જેટ એન્જિનનનો સમાવેશ થાય છે અને તે હવામાંથી જહાજ પર વાર કરનારી મિસાઈલ અને ટોર્પિડોથી સજ્જ થઈ શકે છે.
- નૌકાદળને 2013માં આઠ P-8I એરક્રાફ્ટનું પ્રથમ કન્સાઈનમેન્ટ મળ્યું હતું. તેમને તમિલનાડુના અરક્કોનમમાં INS રાજલી પર તૈનાત કરવામાં આવ્યા છે.
- NAS 316 ને વિશ્વના સૌથી મોટા ઉડતા પક્ષીઓમાંના એક પછી ‘ધ કોન્ડોર્સ’ નામ આપવામાં આવ્યું છે.
- સ્ક્વોડ્રનનું ચિહ્ન સમુદ્રના વાદળી વિસ્તરણને શોધતો કોન્ડોર દર્શાવે છે