- કોરોનાના કરેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 47 હજાર નવા કેસ નોંધાયા
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, દેશમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે બુધવારે જાહેર કરેલા આંકડાઓ ખૂબ જ ચિંતા જનક જોવા મળ્યા છે.
વિતેલા 24 કલાક દરમિયાનમાં દેશમાં કોરોનાના 47 હજાર 262 નવા કેસ નોંધાયા છે.તો તેની સામે 23 હજાર 907 લોકો સાજા થયા છે અને 275 લોકોના મોત થયા છે.આ બાબતે ભારત વિશ્વમાં અમેરિકા અને પ્રમાબ્રાઝિલ બાદ ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યું છે.
આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડા 1 કરોડ, 17 લાખ, 34 હજારને પણ પાર થઈ ચૂક્યો છે.આ સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે,અત્યાર સુધી 1 કરોડ, 12 લાખ, 5 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.1 લાયક 60 હજારથી વધુ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે, ત્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યાની જો વાત કરવામાં આવે તો 3 લાખ 68 હજાર 457 એક્ટિવ કેસ દેશમાં જોવા મળી રહ્યા છે.
સાહિન-