અમદાવાદઃ શહેરમાં ગોધરાકાંડના રમખાણોના વિવિધ કોર્ટ કેસોમાં જોડાયેલા વકીલો, સાક્ષીઓ, જજ સહિત 95 જેટલા વ્યક્તિઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમયથી પોલીસ અને સીઆઇએસએફના સ્ટાફની મદદથી સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી, ત્યારે સુપ્રિમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલ દ્વારા સુરક્ષા હટાવી લેવાની સુચના મળતા ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યું છે.
રાજ્યના ડીજીપી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ગોધરાકાંડના વિવિધ કેસ સાથે જોડાયેલા સાક્ષી, વકીલો અને જજ સહિતના કુલ 95 વ્યક્તિઓને સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી. સુપ્રીમ કોર્ટની વિટનેસ પ્રોટેક્શન સેલ દ્વારા આ સુરક્ષા હટાવીને લેવાની સુચના મળતા સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યુ છે. વિવિધ કેસના સાક્ષીઓ, વકિલો સહિતના 95 વ્યક્તિઓને સુરક્ષા અમદાવાદ પોલીસ અને સીઆઇએસએફ દ્વારા પુરી પાડવામાં આવતી હતી. આ કેસના લગતી તમામ બાબતો અંગે સમીક્ષા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોધરા કાંડ સાથે જોડાયેલા સાક્ષી, વકીલો અને નિવૃત જજ મળીને કુલ 95 વ્યક્તિઓને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ પોલીસ અને સીઆઇએસએફના સ્ટાફની મદદથી સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી. જો કે આ સુરક્ષા કવચ હવે ગુજરાત સરકાર દ્વારા હટાવી લેવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ પોલીસ હેડક્વાટર્સના એક અધિકારીના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટની વિટનેશ પ્રોટેક્શન સેલની સુચનાથી 95 વ્યક્તિઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ તમામ વ્યક્તિઓ નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલમર્ગ સોસાયટીના કેસ સાથે જોડાયેલા હતા. ગુલમર્ગ સોસાયટીના પિડીતો વતી કેસ લડતા વકીલ એસ એમ વોરાને સીઆઇએસએફના જવાનો દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી. ઉપરાંત, આ કેસમાં મહત્વનો ચુકાદો આપનાર પૂર્વ પ્રિન્સિપાલ સીટી સેશન્સ જજ જ્યોત્સનાબેન યાજ્ઞિક ,નરોડા પાટીયા કેસના સાક્ષી ફરીદા શેખની સુરક્ષા પણ હટાવવામાં આવી છે. સ્પેશીયલ સેલના ડીવાયએસપી બી સી સોલંકીએ અમદાવાદ પોલીસને સુરક્ષા હટાવવા અંગેના હુકમની જાણ કરી હતી.