1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યની જેલોના સલામતી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડત શરૂ કરી
રાજ્યની જેલોના સલામતી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડત શરૂ કરી

રાજ્યની જેલોના સલામતી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડત શરૂ કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે વિવિધ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવતા ધણાબધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. ત્યારે હવે રાજ્યની વિવિધ જેલોના સિપાઈઓએ પણ પોતાના પડતર પ્રશ્નો અંગે લડતના મંડાણ કર્યા છે. ગૃહ વિભાગના જેલ સિપાહીઓ પણ માસ સીએલ પર ઉતર્યા હતા. જેલ સિપાહી પોલીસના સમકક્ષ ભથ્થું અને વિવિધ માંગણીઓને લઇને વિરોધ સાથે માસ સીએલ પર ઉતર્યા હતા. અને જ્યા સુધી પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડત માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલ બહાર જ સવારથી જેલ સિપાહી વિવિધ માંગણીઓને લઇને માસ સીએલ પર ઉતર્યા હતા. ગુજરાત સહિત રાજ્યભરના જેલ સિપાહી બુધવારે માસ સીએલ પર ઉતર્યા હતા. અગાઉ જેલ સિપાહી દ્વારા કલેક્ટર અને જેલ DGને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ કોઈ નિવારણ ના આવતા અલ્ટીમેટમ આપીને બુધવારે માસ સીએલ પર ઉતર્યા હતા. જેથી જેલમાં SRP જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા છે,  જિલ્લા જેલોના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા. મંગળવારે માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદન આપ્યા બાદ બુધવારે સબજેલ બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેલ કર્મીઓએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી અનેઅધિકારીઓને સને 1967 થી પોલીસ ખાતાના કર્મચારી પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર  હતો. સ્કેલ ટુ સ્કેલ એટલે સરખો પગાર કરવામાં આવતો હતો પરંતુ 1986થી  ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવથી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા તેની નીચેની કક્ષાના કર્મચારીને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવ્યો હતો. જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કર્યો ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહી છે. સને 1987 થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી અને અધિકારીના પગારમાં વિસંગતતા રહી હતી. જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ સંદર્ભ-1 ના પરિપત્ર મુજબ સને 2014 માં કર્યુ હતું. હાલ ગુજરાત સરકાર દ્વારા સંદર્ભ-2 મુજબ ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યુ છે, તથા સંદર્ભ-૩ મુજબ ફિક્સ-પેના કર્મચારીઓના રજા પગારમાં રૂ.150 ની જગ્યા પર રૂ.665 કરવામાં આવેલો છે, તથા 4 વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલો છે. પરંતુ જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી સને 1987 માં થયેલા પોલીસ વિભાગ અને જેલ વિભાગના પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય, એ સહિતના કેટલાક મુદ્દે જેલ કર્મચારીઓએ લડત શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code