Site icon Revoi.in

સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યા બાદ 375 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો

Social Share

મુંબઈઃ ભારતીય શેરબજારે સોમવારના ટ્રેડિંગ સેશનમાં જોરદાર વાપસી કરી હતી. ઘટાડા સાથે ખુલ્યા બાદ બજારના મુખ્ય સૂચકાંકોમાં રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 375 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 81,559 પર અને નિફ્ટી 84 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 24,936 પર હતો. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં આ પ્રથમ વખત છે જ્યારે બજાર લીલા નિશાનમાં બંધ થયું છે.

બજારની આગેવાની ખાનગી બેંકિંગ શેરો દ્વારા કરવામાં આવી હતી. નિફ્ટી બેંક 540 પોઈન્ટ અથવા 1.07 ટકાના ઉછાળા સાથે 51,117 પર બંધ રહ્યો હતો. HUL, ICICI, ITC, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, HDFC બેંક, નેસ્લે અને અલ્ટ્રાટેક સિમેન્ટ સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર હતા.

ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, વિપ્રો, ટાટા મોટર્સ, ટાઇટન, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, સન ફાર્મા અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લુઝર હતા. લાર્જકેપની જગ્યાએ મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલી જોવા મળી હતી.

નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 154 પોઈન્ટ અથવા 0.26 ટકા ઘટીને 58,347 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 178 પોઈન્ટ અથવા 0.93 ટકા ઘટીને 19,097 પર હતો. એફએમસીજી, ફિન સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. જ્યારે આઈટી, ઓટો, મેટલ, પીએસઈ અને એનર્જી ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.

બોનાન્ઝા પોર્ટફોલિયોના રિસર્ચ એનાલિસ્ટ વૈભવ વિડવાણીએ જણાવ્યું હતું કે યુએસમાં નિરાશાજનક જોબ ડેટાને કારણે શુક્રવારે યુએસ માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે સોમવારે ભારતીય બજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. આવનારા સમયમાં અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો બજાર માટે એક મોટું પરિબળ છે. આવી સ્થિતિમાં બજારમાં વધઘટ જોવા મળી શકે છે.