કોવિશિલ્ડ વેક્સિનની સંપૂર્ણ મંજૂરી માટે સીરમ સંસ્થાએ કેન્દ્ર સરકારને મોકલ્યું આવેદન
- કોવિશિલ્ડને મળશે સંપૂર્ણ મંજૂરી
- સીરમ સંસ્થાએ દેશની સરકારને મોકલી અરજી
દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે ઝઝુમી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થયો છે, ત્યારે કોરોના વિરોધી વેક્સિને આ તમામ સ્થિતિમાં મહત્વનો ફાળો આપ્યો છે,ત્યારે હવે સીરમ કંપનીના સીઈઓએ શુક્રવારે જણાવ્યું હતું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તેની કોરોના વિરોધી રસી કોવિશિલ્ડની સંપૂર્ણ મંજૂરી માટે દેશના દવા નિયમનકાર અને આરોગ્ય મંત્રાલયને અરજી કરી પહોંચાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એસ્ટ્રાઝેનેકાની કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ બ્રાન્ડ નામ ઉત્પાદન કરે છે.અત્યાર સુધીમાં, સીરમ સંસ્થાએ ભારતના રસીના ફાળામાં 1.25 અબજથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.
આ બાબતને લઈને સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારત સરકાર પાસે હવે પૂરતો ડેટા છે કે તે સંપૂર્ણ બજાર અધિકૃતતાને ધ્યાનમાં લઈ શકે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની જોવા મળે છે. કંપનીને 2021ની શરૂઆતમાં ભારતમાં કોવિશિલ્ડના કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દેશના રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી, કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની એનએક્ટિવેટેડ વેક્સિન કોવેક્સિનનો દબદબો રહ્યો છે,આ વેક્સિન દેશના રસીકરણ અભિયાનમાં પ્રભુત્વ ધરાવે છે. પૂનાવાલાએ ઓક્ટોબરમાં મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકાના શોટ્સની તેની માસિક ક્ષમતા ચાર ગણી વધારીને 240 મિલિયન ડોઝ કરી દીધી છે અને જાન્યુઆરીથી “મોટી માત્રામાં” નિકાસ કરવા માટે તૈયાર છે. ત્યારે હવે સંસ્થા દ્રારા કોવિશિલ્ડની સંપૂર્ણ મંજૂરી માટે પણ અરજી કરી દીધી છે,