- કોવોવેક્સને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માંગી મંજુરી
- સિરમ સંસ્થાએ ડીસીજીઆઈ પાસે પરવાનગી માંગ
દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોના સતાવી રહ્યો છે કોરોનાનો ડર ફરી ફેલાય રહ્યો છે તે સમગ્ર સ્થિતિ વચ્ચે ભારત સરકાર પણ સતર્ક બની છે, સરકારે પ્રિકોશન તરીકે ત્રીજો ડોઝ દરેકને લઈલેવાની પણ સલાહ આપી છે આ સ્થિતિ વચ્ચે હવે સીરમ સંસ્થા એ DCGI પાસે પોતાની વેક્સિન કોવોવેક્સને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માટે મંજૂરી માંગી છે.
માહિતી અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે તેની કોરોના વિરોધી રસી કોવોવેક્સના બજાર અધિકૃતતા માટે ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માંગી છે જેમને કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે,તેના માટે આ મંજૂરી માંગી છે.
જાણકારી પ્રમાણે આજરોજ ગુરુવારે પ્રકાશ કુમાર સિંઘ, ડાયરેક્ટર, સરકાર અને નિયમનકારી બાબતો, SII, એ 17 ઓક્ટોબરે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ને કોવોવેક્સના હેટરોલોગસ બૂસ્ટર ડોઝ માટે બજાર અધિકૃતતા અરજી સબમિટ કરી હતી.એવું જાણવા મળ્યું છે કે DCGI ની ઑફિસે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યારબાદ સિંહે નવા કોરોનાવાયરસ વેરિઅન્ટને કારણે વર્તમાન ઉભરતી પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને ફરી આ જવાબ સબમિટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોવેક્સને DCGI દ્વારા જૂનમાં સાતથી 11 વર્ષની વયના બાળકોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. તે પહેલા ડીજીસીઆઈએ 28 ડિસેમ્બર, 2021ના રોજ પુખ્ત વયના લોકોમાં કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવા માટે અને 9 માર્ચે 12-17 વર્ષની વયના લોકો માટે અમુક શરતો સાથે કોવેક્સને મંજૂરી આપી હતી ત્યારે હવે બૂસ્ટર ડોઝ તરીકે પણ મંજૂરી માંગવામાં આવી છે.