અમદાવાદઃ રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખરની રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વન વિભાગના વરિષ્ઠ અધકારી સંદીપકુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગણતરીમાં ડ્રોન કેમેરા તેમજ GPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં કુલ 362 જેટલા પોઇન્ટ્સ છે, જ્યાં ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં 800 જેટલા વન વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ 1700 જેટલા સ્વેચ્છિક સંસ્થાના લોકો અને અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત 2500 લોકો જોડાશે.. છેલ્લે 2020માં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6,082 જેટલી નોંધાઈ હતી.