- ડિસેમ્બર મહિના સુધીમાં સિંગલ ડોઝ વાળી વેક્સિન થશે લોંચ
- કોરોનાની લ઼ાઈમાં આ વેક્સિન કારગાર સાબિત થશે
દિલ્હીઃ- કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતને આ વર્ષના અંત સુધીમાં સ્પુતનિક-લાઇટ રસીના રૂપમાં વધુ એક મોટું હથિયાર મળવા જઈ રહ્યું છે.વિતેલા દિવસને બુધવારે, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઇઓ કિરિલ દિમિત્રીવે જણાવ્યું હતું કે સ્પુતનિક લાઇટ રસી ડિસેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. સ્પુટનિક લાઇટ એ સિંગલ ડોઝ રસી છે.
સ્પુતનિક લાઇટમાં પણ સ્પુટનિક-વી જેવા જ ઘટકો જોવા મળે છે. સ્પુતનિક વી ભારતમાં અને અન્યત્ર કટોકટીના ઉપયોગ માટે અધિકૃત છે. લાઇટ વેક્સિનને પણ ઘણા દેશોમાં મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ભારતીય નિષ્ણાતો એ જાણવા માટે કામ કરી રહ્યા છે કે આ રસી ભારતીયો પર સારી રીતે કામ કરી રહી છે કે નહીં.
સ્પુતનિક લાઇટ રસીને ભારતીય વસ્તી પર ત્રીજા તબક્કાનું બ્રિજિંગ પરિક્ષણ હાથ ધરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે. ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીએ ગયા વર્ષે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડસાથે ભારતમાં સ્પુટનિક V રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ હાથ ધરવા ભાગીદારી કરી હતી.
આ મામલે ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે સ્પુતનિક લાઇટે કોરોના સામે 78.6 થી 83.7 ટકા અસરકારકતા દર્શાવી છે, જે મોટાભાગની ટુ-શોટ રસીઓ કરતાં નોંધપાત્ર રીતે વધારેકહી શકાય છે. આ અભ્યાસ આર્જેન્ટિનામાં ઓછામાં ઓછા 40 હજાર વૃદ્ધ લોકો પર કરવામાં આવ્યો હતો.