- અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ
- કાબુલમાં પણ તાલિબાનની એન્ટ્રી
- રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ
નવી દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન હવે એવી રીતે મજબૂત થઈ રહ્યુ છે કે તેના ડરથી રાષ્ટ્રપતિને પણ દેશ છોડવાની ફરજ પડી છે. લોકલ મીડિયાના અહેવાલ અનુસાર તાલિબાનના આતંક અને તાકાતને જોઈને તો અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તાલિબાને સત્તા વહેંચવાની ઓફર ઠુકરાવી દીધી છે. અને રાષ્ટ્રપતિ ગનીને બહારનો રસ્તો બતાવ્યો છે.આવી સ્થિતિમાં પણ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે કહ્યું કે તેઓ પોતાનો દેશ છોડીને ક્યાંય જશે નહી. તાલિબાન દ્વારા હવે અફ્ઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર પણ કબજો કરવામાં આવ્યો છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મીડિયાને તે પણ જણાવ્યું કે, લૂંટ અને ભાગદોડથી બચવા માટે અમારી ટીમો કાબુલના કેટલાક ભાગોમાં ઘૂસી જશે અને તે સુરક્ષા ચોકીઓનો કબજો લેશે. જેને સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવવામાં આવ્યા છે. મુજાહિદે લોકોને શહેરમાં પ્રવેશ દરમિયાન ગભરાઈ ન જવા કહ્યું છે. અત્યારે તો અશરફ ગનીની જગ્યાએ અલી અહેમદ જલાલીને વચગાળાના સરકારના નવા વડા બનાવવામાં આવ્યા છે. જલાલી જર્મનીમાં અફઘાનિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે.
બે દાયકાની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન અને નાટો દળોની સંપૂર્ણ વાપસી પહેલા જ પહેલા તાલિબાન તમામ બાજુથી દેશ પર કબજો જમાવી રહ્યું છે. રાજધાની કાબુલની હદમાં પ્રવેશતા પહેલા ઉગ્રવાદી જૂથે રવિવારે સવારે જલાલાબાદ પર કબજો કર્યો હતો.