Site icon Revoi.in

કોરોનાના કહેરનો સામનો કરી રહેલા યુરોપમાં સ્થિતિ ગંભીર, WHOએ આ શિયાળામાં 22 લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી

Social Share

દિલ્હી:દુનિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ પણ યથાવત છે. યુરોપ તેમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું છે કે,યુરોપ હજુ પણ કોરોનાની પકડમાં છે અને જો સ્થિતિ આવી જ રહી તો આ શિયાળામાં આ મહાદ્વીપમાં મૃત્યુઆંક 22 લાખ થઈ શકે છે.

યુરોપમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા WHOનું કહેવું છે કે,આગામી મહિનાઓમાં લગભગ 7,00,000 લોકો જીવ ગુમાવી શકે છે. WHO નું માનવું છે કે, અત્યારથી લઈને 1 માર્ચ 2022 ની વચ્ચે 53 માંથી 49 દેશોમાં ICUમાં ઉચ્ચ અથવા ભારે તણાવ હોઈ શકે છે. આ સાથે મૃત્યુઆંક પણ 22 લાખને પાર પહોંચી શકે છે.

WHO મુજબ, કોરોના યુરોપ અને મધ્ય એશિયામાં મૃત્યુનું એક મહત્વપૂર્ણ અને મુખ્ય કારણ છે. ડેલ્ટા વેરિઅન્ટ્સ, રસીકરણનો અભાવ અને માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોમાં બેદરકારીને કારણે યુરોપમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં રસીકરણ, સામાજિક અંતર, ચહેરાના માસ્કનો ઉપયોગ અને હાથ ધોવાનો સમાવેશ થાય છે.

ડબ્લ્યુએચઓના ડેટા મુજબ, ગયા અઠવાડિયે કોવિડ-સંબંધિત મૃત્યુ વધીને લગભગ 4,200 પ્રતિ દિવસ થઈ ગયા. જ્યારે સપ્ટેમ્બરના અંતે આ આંકડો 2,100 હતો. WHO યુરોપના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુઝે એક નિવેદનમાં કહ્યું, “યુરોપ અને મધ્ય એશિયામાં કોવિડ-19ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અમે આગળ એક પડકારજનક શિયાળાનો સામનો કરી રહ્યા છીએ.” તેનાથી બચવા માટે તેમણે વેક્સિન પ્લસ અભિગમ અપનાવવાની અપીલ કરી છે.