Site icon Revoi.in

દુનિયાના 69 દેશની સ્થિતિ શ્રીલંકા જેવી થવાની શકયતા, મોંઘવારી-બેકારી અને દેવાએ મુશ્કેલીઓ વધારી

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને પોતાની રીતે મદદ કરી રહ્યું છે. દરમિયાન દુનિયાના 100થી વધારે દેશો દેવા હેઠળ દબાયેલા છે એટલું જ નહીં 2023 સુધીમાં 69 જેટલા દેશોની હાલત શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દુનિયાના અનેક દેશો મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં અનેક દેશો દુનિયાના ડુંગર હેઠળ દબાયેલા છે. 69 જેટલા દેશોની હાલત ગંભીર હોવાથી આગામી દિવસોમાં અરાજકતા ભરી સ્થિતિ ઉભી થવાની તથા દેશવાસીઓ રસ્તા ઉતરીને આંદોલન કરે તેવી શકયતા છે.

મોંઘવારી, બેરોજગારી અને દેશનું અનેક દેશો કાબુમાં રાખી શકે તેવી સ્થિતિ નહીં હોવાથી દેશનું આર્થિક માળખુ ધરાશાયી થવાની સ્થિતિ છે. શ્રીલંકા પછી હવે પાકિસ્તાનનો વારો છે. પાકિસ્તાનની તિજોરી ખાલી છે. પાકિસ્તાને પૈસાદારો પર બમણો ટેક્સ નાખીને થોડું જીવતદાન મેળવ્યું છે પરંતુ હવે તેનું આર્થિક આયુષ્ય લગભગ પુરું થઇ જશે. ભારતની સમૃધ્ધિની તેના પાડોશી દેશો ઇર્ષા કરી રહ્યા છે. આ પાડોશીઓને ત્યાં બનતી ઘટનાઓનો તમાશો ભારત ચૂપચાપ રહીને જોયા કરે છે.