Site icon Revoi.in

રાજ્યમાં વરસાદ ખેંચાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વિકટ બનશે

Social Share

અમદાવાદઃ શ્રાવણ મહિનો અડધો પુરો થઈ ગયો છતાં મેઘરાજાનું પુનઃરાગમન ન થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી સમયમાં સ્થિતિ ચિંતાજનક બનશે.ચોમાસાની ચાલુ સિઝનમાં વરસાદના ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા પછી પણ ગુજરાતની પ્રજાને પાણી પૂંરૂ  પાડતાં જળાશયોમાં નવા પાણીની આવક પૂરતા પ્રમાણમાં ન થતા અને હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન પડે અને ડેમમાં નવા પાણી ન આવે તો ગુજરાત માથે મોટું જળસંકટ તોળાઈ રહ્યું છે.

સિંચાઈ વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં કુલ 207 ડેમ છે તેમાં અત્યારે પીવાના પાણીના જથ્થાની જીવતં સપાટી  47,75  ટકા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતની હાલત વધુ ખરાબ છે કચ્છમાં માત્ર 21,38 ટકા અને ઉત્તર ગુજરાતમાં  23,97 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં અન્ય ઝોનની વાત  કરીએ તો મધ્ય ગુજરાતમાં 42 ટકા દક્ષિણ ગુજરાતમાં  60,4 ટકા સૌરાષ્ટ્ર્રમાં  40,3  ટકા પીવાનું પાણી ડેમમાં છે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે પીવાના પાણીના પ્રશ્ને લાઈફ લાઈન ગણાતા નર્મદા ડેમમાં 45,51 પાણી ઉપલબ્ધ છે.

ચોમાસાના ત્રણ રાઉન્ડ પુરા થયા છે અને આમ છતાં ગુજરાતમાં હજુ સુધી માત્ર  41.4  ટકા વરસાદ થયો છે અગાઉના વર્ષેાની સરખામણીએ આ મોટી ખાધ છે ઝોન વાઇઝ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 50.72 ટકા સૌરાષ્ટ્ર્રમાં  36.77 ટકા ધ્ય ગુજરાતમાં  37.87 ટકા અને ઉત્તર ગુજરાત  31.95  ટકા વરસાદ થયો છે.

ગુજરાતના ચારે ચાર ઝોનમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર્ર ઝોનમાં થયો છે પરંતુ આ ઝોનમાં ડેમની સંખ્યા અન્ય ઝોનની સરખામણીએ અનેક ગણી વધુ હોવાથી પીવાના પાણીનો જથ્થો 40 ટકાથી વધુ છે. ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 56 ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યો છે અને બાકીના ડેમમાંથી ખેડૂતોને જરિયાત મુજબ પાણી આપવામાં આવે છે ચોમાસાની સીઝન તેના અંતિમ ભાગ તરફ આગળ વધી રહી છે અને હવે છેલ્લે છેલ્લે સારો વરસાદ નહીં આવે છે ગંભીર જળસંકટ ની સાથો સાથ દુષ્કાળની ભીતિ પણ નકારાતી નથી.