સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક પર મેધરાજા વધુ મહેરબાન બન્યા હોય તેમ અષાઢ મહિનાના પ્રારંભથી જ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં વરસાદને કારણે બેટ સમાન પાણી ભરાયું છે. અને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી સરોવર સમાન પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
ફોરેસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં મીઠું પકવવાની સીઝન પુરી થઇ જતા તમામ અગરિયાઓ ચોમાસાના પ્રારંભ પહેલા જ પોતાના માદરે વતન પરત ફર્યા હતા. બીજીબાજુ ઘૂડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનનકાળનો સમયગાળો હોઇ અભયારણ્ય પ્રવાસીઓ માટે ચાર મહિના સદંતર બંધ કરવામાં આવ્યું છે.હાલ વરસાદી સીઝનમાં કચ્છના નાના રણમાં માઉન્ટેન ફરતે વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિના કચ્છનું નાનું રણ વરસાદના પગલે મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. જ્યારે રણકાંઠાના હજારો અગરિયા પરિવારો દરવર્ષે સપ્ટેમ્બરથી મે માસ દરમિયાન રણમાં મીઠું પકવવા જાય છે. મીઠું પકવવાની સીઝન પુરી થઇ જતા તમામ અગરિયાઓ પોતાના માદરે વતન પરત ફરતા હોય છે.બીજીબાજુ ઘૂડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનનકાળનો સમયગાળો હોઇ અભયારણ્ય વિભાગ દ્વારા દરવર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે ચાર મહિના માટે સદંતર બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ચોમાસામાં કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે માઉન્ટેન ફરતે વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ઘૂડખર સહિતના પ્રાણીઓને ભારે વરસાદના અંદેશો પહેલાથી જ આવી જતાં તેઓ બેટ કે કાંધી વિસ્તારમાં પહોંચી જાય છે. હાલમાં કચ્છનું નાનું રણ વરસાદના પગલે મીની સમુદ્રમાં ફેરવાઇ જતા અનોખો નજારો જોવા મળી રહ્યો છે.