Site icon Revoi.in

વિશ્વની સૌથી નાની નદી છે માત્ર 201 ફૂટની -જાણો તે ક્યાં આવેલી છે

Social Share

આપણે વિશ્વની ઘણી અવનવી વાતો સાંભળી હશે જેમાં સૌથી મોટા મંદિર, સૌથી ઊંચા પહાડ, સૌથી મોટી નદી વગેરેની વાતો હોય છે જો કે આજે આપણે વાત કરીશું વિશ્વની સૌથી નાનામાં નાની નદી કે જે માત્ર 3 4 ઘર ફરીને પુરી થઈ દાય એટલી જ છે.

શું હોય છે નાની નદીની ખાસિયત

સૌથી નાની નદીનો પાણીનો સ્ત્રોત શું છે. આ નદીમાં પાણી ક્યાંથી આવે છે. આ નદી ચૂનાના પત્થરો નીચેથી વહે છે, ત્યારબાદ તે બહાર આવે છે. કહેવામાં આવે છે, કે આ નદી જ્યારે જમીન નીચેથી વહે છે, ત્યારે તે વધુ માત્રામાં પાણી સાથે વહે છે. લોકોને આ નદીનું પાણી ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ લાગે છે.

અમેરિકામાં આવેલી છે વિશ્વની સૌથી નાની નદી કે જેનું નામ રો રિવર છે.આ નદી મોંટાના અમેરિકામાં વહેતી જોવા છે, થોડા મીટર બાદ આ નદી મિસૂરી નદીમાં ભળી જતી જોઈ શકાય છે. દુનિયાની સૌથી નાની નદીની લંબાઈ માત્ર 201 ફૂટ છે એટલે કે, 61 મીટર છે.

વિશ્વની સૌથી નાની નદી હોવાને કારણે આ નદીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મએળ્યું છે, આ નદીને સૌથી નાની નદી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. રો નદી 6થી 8 ફૂટ એટલે કે, 1.8થી 2.4 મીટર જ ઊંડી છે. આ નદી વિશે સૌથી પહેલા જાણકારી વર્ષ 1987માં ધોરણ 5 સુધી અભ્યાસ કરાવતા શિક્ષક સુસી નાર્દિંગરે આપી હતી. તેમના વિદ્યાર્થીઓએ અમેરિકી બોર્ડમાં એક અરજી દાખલ કરીને જણાવ્યું હતું, કે આ નદીનું નામ રો રિવર રાખવામાં આવેઅને ત્યારથી નદી રો રિવર તરીકે ઓળખાય છે.

NFLનો પ્રખ્યાત ફૂટબોલર ડલાસ નીલે પણ આ અંગે ભૂતકાળમાં ટીવી શો માં જણઆવ્યું છે. ડલાસ નીલ તે જ સ્કૂલનો એક વિદ્યાર્થી હતો. આ નદી પહેલા ઓરેગાનમાં વહેતી ડી નદી દુનિયાની સૌથી નાની નદી હતી. આ નદીની લંબાઈ 130 મીટર એટલે કે, 440 ફૂટ હતી. ત્યાર બાદ ગિનીઝ બુક સામે અનેક નાની નદી હોવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ તે દાવાઓ માનવામાં આવ્યા ન હતા.