Site icon Revoi.in

એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ એજન્સીએ ભારતના જીડીપી દરને 11.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યો

Social Share

દિલ્હીઃ- આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીએ માર્ચ મહિનામાં ભારતના જીડીપીના દરને ઘટાડીને 9.5 કર્યો છે, આ દર માર્ચ મહિનામાં અંદાજે 11 ટકા પર રહ્યો હતો, કોરોનાની બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉન અને અનેક પાબંધિઓ તથા ત્રીજી લહેરના ભય વચ્ચે ગ્લોબલ ઇકોનોમિક રિસર્ચ એજન્સી ઓક્સફોર્ડ ઇકોનોમિક્સે પણ ચેતવણી આપી છે કે ભારતમાં રસીકરણની ગતિ ઘીમી છે આ સહીત તેને દેશની અર્થવ્યવસ્થા પર માછી અસર ગણાવી હતી.

ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર ગ્લોબલ રેટિંગ્સએ તેમના તાજેતરના આંકલન અહેવાલમાં 2021-22 માં ભારતીય અર્થવ્યવસ્થાના વેગનો અંદાજ 11 ટકાથી ઘટાડીને 9.5 ટકા દર્શાવ્યો છે. એપ્રિલ-મે મિહાનામાં લોકડાઉન જેવી આર્થિક ગતિવિધિઓની અસર થયેલી જોવા મળી છે. કોરોના મહામારીની નવિ લહરની શક્યતાઓની અસર પણ અર્થતંત્ર પર ચિંતા વધારી શકે છે.

બીજી તરફ ગ્લોબલ આઇકોનોમિક ફોરકાસ્ટિંગ એજન્સી ઓક્સફર્ડ ઇકોનોમિક્સ  એ  ભારતીય અર્થવ્યવસ્થા પર તેમના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના કેસોમાં ધટાડો નોંધાતા રાજ્યોએ લોકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત કરી છે. પરંતુ આર્થિક દૃષ્ટિકોણથી મહત્તવના અબાદીવાળા રાજ્યોમાં રસીકરણ હાલ પણ ઓછું  જોવા મળે છે.આવી સ્થિતિમાં ફરીથી કોરોના ના કેસોમાં વધારો થઈ શકે છે. તે સમયે આ સ્થિતને જોતા  2121  માટે આ ગ્રોઝ 9.1 પર સ્થિત રાખ્યો હતો