Site icon Revoi.in

નોઈડામાં 25 નવેમ્બરના પીએમ મોદીના કાર્યક્રમ પહેલા એસપીજીની ટીમ કરશે એરપોર્ટનું નિરિક્ષણ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે નોઈડાના જેવર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા નોઈડા એરપોર્ટ પર સભા સ્થળ અને શિલાન્યાસ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવશે. આ માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સની એક ટીમ સ્થળની મુલાકાત લેશે.

એક સત્તાવાર નિવેદન પ્રમાણે એસપીજી ના એડીજીની આગેવાનીમાં પાંચ સભ્યોની ટીમ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. ટીમ આ સમયગાળા દરમિયાન સ્થાનિક પોલીસ સાથે પણ સંકલન કરશે.પીએમ મોદીના આગમન પહેલા ય્હીંની તમામ તૈયારીઓની લમિક્ષા પણ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે અંહી શિલાન્યાસ પાસે ત્રણ હેલિપેડ બનાવવામાં આવશે, પીએમ કાર દ્વારા સભા સ્થળ સુધી પહોંચશે,સભા સ્થળ એરપોર્ટના શિલાન્યાસથી દોઢ કિમીની ત્રિજ્યામાં હશે. વડાપ્રધાનના આગમન માટે પ્રોટોકોલ મુજબ બે હેલિકોપ્ટર લેન્ડ થશે. સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે હેલિકોપ્ટર લેન્ડ થશે. પ્રશાસન શિલાન્યાસ નજીક ત્રણેય હેલિપેડ બનાવવાનું વિચારી રહ્યું છે. શિલાન્યાસ બાદ કારથી સભા સ્થળ સુધીનો રૂટ તૈયાર કરી શકાશે.