કોરોનાનો ફેલાતો કહેર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસનો આકંડો 11 હજારને પાર નોંધાયો
- દેશમાં કોરોનાનો રાફળો ફાટ્યો
- છેલ્લા 24 કલાકમાં 11 હજારને પાર કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, કોરોનાનો રાફળો ફાટ્યો છે જે કેસ દરરોજ 3 થી 6 હજાર નોંધાતા હતા તે કેસ હવે 11 હજારના આકંડાને વટાલવી ચૂક્યા છે.આ જોતા દેશના અનેક રાજ્યોએ કેટલીક ગાઈડલાઈન પણ જારી કરી છે તો કેટલાક રાજ્યોનાં માસ્ક ફરજિયાત કરાયું છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે.
જો દેશમાં છએલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ,11 હજાર 109 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે લધી જ રહી છે હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 49 હજારને વટાવી ચૂકી છે.
કોરોનાના કેસ હવે ઝડપી ગતિ એ વધી રહ્યા છે. જ્યા એક દિવસ અગાઉ એટલે કે 13 એપ્રિલના રોજ 10 હજારને પાર કેસ નોંધાયા હતા ત્યારે આજે નોંધાયેલા કેસમાં 1 હજારનો વધારો જોવા મળી રહ્યો છે. આ કેસ વિતેલા દિવસની ગુરુવારની સરખામણીમાં 9 ટકા વધુ જોવા મળે છે.
જો દેશમાં કોરોના સંક્રમણનો દૈનિક દર વિશે વાત કરીએ તો તે 4.42 ટકા નોંધાયો છે તો સાથે જ સાપ્તાહિક દર 4.02 ટકા જોવા મળ્યો હતો. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 0.10 ટકા હતી. દર્દીઓનો સાજા થવાનો દર 98.71 ટકા હતો.
આ સાથે જ હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 49,622 થઈ ગઈ છે,જે રાજ્યોમાં કોરોનાના કેસો વધ્યા છે તેમાં મહારાષ્ટ્રના , ગુજરાતના, દિલ્હી, કેરળ, રાજસ્થાન અને તમિલનાડુનો સમાવેશ થાય છે.