Site icon Revoi.in

કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે સ્પુતનિક વી – વેક્સિન નિર્માતાનો દાવો

Social Share

 

દિલ્હીઃ-  વિશ્વભરમાં કોરોના મહામારી સામે વેક્સિન એક આશ બનીને ઊભરી આવી છે, કોરોના સામે વેક્સિન રક્ષાકવચ બની છે ત્યારે હવે કોરોના વાયરસના નવા નવા સ્વરુપને લઈને સમગ્ર વિશ્વમાં ભય પેદા થઈ રહ્યો  છે. કોરોનાના ઘણા પ્રકારો જોવા મળી રહ્યા છે અને તેના વિશે એક ડર કે શું વર્તમાન રસીઓ તેમની સામે સુરક્ષા પૂરી પાડશએ કે નહી? આ સ્થિતિ દરમિયાન રશિયનની રસી સ્પુટનિક વીના ઉત્પાદકો એ દાવો કરે છે કે તે કોરોના તમામ પ્રકારો સામે સ્પુતનિક-વી રક્ષણ આપે છે.

રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક વીના ઉત્પાદક ગેમેલિયાના વડા એલેક્ઝેન્ડર ગિટ્સબર્ગે જણાવ્યું હતું કે રશિયામાં બનેલી સ્પુટનિક વીની રસી કોરોનાના તમામ પ્રકારોમાં અસરકારક છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન પછી, સ્પુટનિક વી એ ત્રીજી રસી છે, જેને ભારતમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. બે ડોઝ વાળી સ્પુટનિક વીને પસંદગીની ખાનગી હોસ્પિટલોમાં રૂ. 1 હજાર 145 ના દરે આપવામાં આવશે.

મંગળવારના રોજ એક નિવેદનમાં, ગિટ્સબર્ગે કહ્યું હતું કે, “સ્પુટનિક વી લીધા બાદ શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝ કોરોનાના તમામ પ્રકારો સામે રક્ષણ આપે છે. યુકેના વેરિએન્ટથી લઈને ભઆરતમાં જોવા મળેલા ડેલ્ટા વેરિઅન્ટ સુધી તે રક્ષણ આપે છે.”ઉલ્લેખનીય છે કે,સિંગલ ડોઝ રસી સ્પુટનિક વી ને  ટૂંક સમયમાં ભારતમાં મંજૂરી મળે તેવી સંભાવના છે.