વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા માછીમારોને રાજ્ય સરકારે જાહેર કર્યું રૂપિયા 265 લાખનું પેકેજ
ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતૈ નામના વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારને ભારે નુકશાન થયું હતું. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને ભારે નકશાન થયું હતું. આથી રાજ્ય સરકારે દરીયાકાંઠાના વિસ્તારમાં નુકશાન પામેલા માછીમારોને આર્થિક રીતે સહાયપ થવા માટે 265 લાખનું સહાય પેકેજ મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કયુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમારોને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય લઇને પેકેજ જાહેર કરાયું હતું. જેના પરિણામે માછીમારો તથા તેમના પરિવારના જીવનનિર્વાહ માટે મદદપ થશે.
રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં માછીમારી વ્યવસાયમાં 17,55,7 નાની બોટો તથા 12,159 મોટી બોટ મળી કુલ 29,716 બોટો સંકળાયેલી છે. આ પૈકી 4 નાની બોટો તથા 46 મોટી બોટોને આંશિક નુકશાન થયું હતું. કુલ 50 બોટોને તેમજ માછીમારી જાળ અન્ય સાધન–સામગ્રીને અંદાજે રૂપિયા 265 લાખનું નુકશાન થયું હતું એ માટે આ રાહત પેકેજ જાહેર કરાયું છે.
રાહત પેકેજની મુખ્ય વિશેષતાઓની વિગતો આપતા મંત્રીએ ઉમેયુ હતું, કે, વાવાઝોડાને કારણે બોટ, જાળ સાધન સામગ્રીને થયેલી નુકશાની સામે સહાય પેટે થયેલા નુકશાનના 50 ટકા. અથવા 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. તે ઉપરાંત અંશત: નુકશાન પામેલા ટ્રોલર ડોલનેટર ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા 2 લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. અંશત: નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂપિયા 35,000 બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. પૂર્ણ નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા 75,000 બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. મંત્રીએ વધુમાં ઉમેયુ હતું કે, પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર ડોલનેટર ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા 5 લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે.
આ ઉપરાંત અંશત : નુકશાની પામેલ ટ્રોલર ડોલનેટર ગીલનેટર બોટના કિસ્સામાં માછીમારો 5 લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર 10 ટકા સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર ડોલનેટર ગીલનેટર બોટના કિસ્સામાં માછીમારોને 10 લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર 10 ટકા સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાય સરકાર આપશે.