- રસીકરણ મામલે તેલંગણાએ બાજી મારી
- 100 ટકા લોકોએ મેળવી લીઘો પહેલો ડોઝ
કોરોનાના કહેર બાદ દેશભરમાં રસીકરણની પ્રકિયામાં ગેવ આપવામાં આવ્યો કોરોના વિરોધી રસીએ દેશમાં કોરોનાના કેસને કાબૂમાં લાવવાનું કામ કર્યું જેને લઈને વધુ રસીઓ આપવામાં આવી ત્યારે હવ 100 ટકા વેક્સનિશેન મામલે તેલંગણા રાજ્ય એ બાજી મારી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તેલંગાણાએ કોરોના સામે રસીકરણને લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેલંગાણા દેશનું પહેલું મોટું રાજ્ય બન્યું છે જ્યાં રસીના પ્રથમ ડોઝ પર 100 ટકાનો લક્ષ્યાંક હાંસલ થયો છે. અહીં કોરોના રસીનો પ્રથમ ડોઝ તમામ પુખ્ત વસ્તીને આપવામાં આવી ચૂક્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટી હરીશ રાવે મંગળવારે આ જાણકારી આપી છે.
આ રેકોર્ડ હાંસલ કર્યા બાદ આરોગ્ય નિયામક અને અન્ય અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રીએ આરોગ્ય નિયામકની કચેરી, કોઠી ખાતે કેક કાપીને તેની ઉત્સાહભેર ઉજવણી પણ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું, ‘રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ 100 ટકા થઈ ગયો છે તે ખૂબ જ સારી વાત છે. તેલંગાણાએ દેશમાં એક રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી નાના રાજ્ય કે જ્યા વસ્તી ઓછા હોય એવા આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદર નગર હવેલી, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને સિક્કિમ જેવા નાના રાજ્યોએ આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. મોટા રાજ્ય તરીકે આ રેકોર્ડ બનાવનાર તેલંગાણા પ્રથમ રાજ્ય બન્યું છે.
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં રસીના બીજા ડોઝનું 66 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 3 હજાર 500 સરકારી કેન્દ્રો અને 264 ખાનગી કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે કુલ 35 હજાર જેટલો સ્ટાફ રસીકરણની સમગ્ર પ્રક્રિયા પર કામ કરી રહ્યો છે. તેમાંથી 10 હજાર રસીકરણ કરનારા છે.પ્રથમ ડોઝ માટે રાષ્ટ્રીય સરેરાશ 90 ટકા છે જ્યારે બીજા ડોઝ માટે સરેરાશ 63 ટકા છે. આપણે હાલ રાષ્ટ્રીય સરેરાશથી ઉપર ચાલી રહ્યા છીએ