અમદાવાદઃ રાજ્યામાં તાજેતરમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે, હવે ઉનાળો ચાલતો હોય તેવી અનુભવી થઈ રહી છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. જો કે, હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેથી ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તા. 4 અને 5 મી એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ વરસવાની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. 4 એપ્રિલે કચ્છ તેમજ 5મી એપ્રિલના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં માર્ચ મહિનામાં ત્રણ-ચાર વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થયું છે. જેથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. જો કે, નુકશાનનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત મળી રહે તે માટે સર્વે કરવા માટે અધિકારીઓને સુચન કર્યું છે. હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.