1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના DGP હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમનો પ્રારંભ
રાજ્યના DGP હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમનો પ્રારંભ

રાજ્યના DGP હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમનો પ્રારંભ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ પ્રજાનો મિત્ર બનીને કાર્ય કરે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવતા ડરે નહીં. તે માટે રાજ્યના પોલીસ વડા અવાર-નવાર પોતાના જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને શીખામણ આપતા હોય છે. હવે નાગરિકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે ડીજીપીએ જ ઓનલાઈન સ્વાગત પ્લસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ વડા હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે. હવેથી દર મહિનાના ત્રીજા ગુરૂવારે DGP SWAGAT Plus કાર્યક્રમ યોજાશે. લોકો ઓનલાઈન ફરિયાદ કરી શકશે.

રાજ્ય પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોની સુખાકારી વધારવા માટે ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે હેતુથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પોલીસ વિભાગને લગતી સામાન્ય નાગરિકોની રજુઆતો સાંભળવા મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ મુજબ DGP SWAGAT Plus કાર્યક્રમની શરૂઆત દર મહિનાના ત્રીજા ગુરૂવારે આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુરૂવારે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે DGP SWAGAT Plus કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હવેથી DGP SWAGAT Plus કાર્યક્રમનું દર મહિનાના ત્રીજા ગુરૂવારે નિયમિતપણે આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજયના વિવિધ શહેર/જિલ્લાઓમાંથી પોલીસ વિભાગને લગતી અરજી રજુઆતો ફરિયાદો લઈને કુલ-14 અરજદારો રૂબરૂ આવ્યા હતા. આ અરજદારોની રજુઆતોને ડી.જી.પીએ રૂબરૂ ધ્યાનથી સાંભળી હતી અને અરજદારોની ફરીયાદો રજુઆતોનું ન્યાયી, સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રેન્જ વડાઓ, પોલીસ કમિશનરો તથા પોલીસ અધિક્ષકોને આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ રાજય સ્તર DGP SWAGAT Plus કાર્યક્રમમાં કોઇ અરજદારે આવવું ન પડે તેવી આદર્શ સ્થિતિ સ્થાનિક સ્તરે જળવાઇ રહે તે જોવા સુચના આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code