Site icon Revoi.in

શેરબજારે ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો

Social Share

મુંબઈઃ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 85,372 અને 26,056 ના નવા ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ બનાવ્યા હતાં. સવારે 9:40 વાગ્યે સેન્સેક્સ 166 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 85,340 ઉપર હતો અને નિફ્ટી 42 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 26,046 પર હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં તેજી જોવા મળી રહી છે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઉપર 938 શેર લીલા અને 856 શેર લાલ હતાં, જે દર્શાવે છે કે વ્યાપક બજારનું સેન્ટિમેન્ટ હકારાત્મક રહ્યું છે. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 158 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 60,309 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 70 પોઈન્ટ અથવા 0.36 ટકા ઘટીને 19,289 પર હતો.

આ શેર ટોપ ગેનર અને લુઝર તરીકે જોવા મળ્યા છે

આઇટી, ફિન સર્વિસ, ફાર્મા, એફએમસીજી, રિયલ્ટી, મીડિયા અને સર્વિસ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. ઓટો, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, એનર્જી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે. મારુતિ સુઝુકી, વિપ્રો, ટાટા મોટર્સ, નેસ્લે, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, આઈટીસી, ટીસીએસ, બજાજ ફિનસર્વ, એચયુએલ, ભારતી એરટેલ, એક્સિસ બેંક અને એસબીઆઈ સેન્સેક્સ પેકમાં ટોચના ગેનર જોવા મળ્યા હતાં. પાવર ગ્રીડ, NTPC, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, HDFC બેંક, L&T અને કોટક મહિન્દ્રા બેંક ટોપ લુઝર જોવા મળ્યા હતાં.

25 ઓગસ્ટે યુએસ બજાર મિશ્રિત બંધ થયા હતાં

એશિયન બજારોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ટોક્યો, હોંગકોંગ, શાંઘાઈ, જકાર્તા અને સિઓલ સૌથી ઝડપથી વિકસતા બજારો છે. 25 ઓગસ્ટે યુએસ બજાર મિશ્રિત બંધ થયા હતાં. બજારના જાણકારોનું કહેવું છે કે હાલમાં બજારમાં એવું કોઈ કારણ નથી કે જેના કારણે મોટી તેજી કે મંદીની અપેક્ષા રાખી શકાય છે. વિદેશી રોકાણકારો આકર્ષક વેલ્યુએશનના કારણે હોંગકોંગ અને શાંઘાઈના માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક રોકાણકારોના સતત રોકાણને કારણે બજારમાં ઘટાડાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં માર્કેટ મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ શકે છે.