Site icon Revoi.in

નજીવા વધારા સાથે શેરબજારની થઈ શરૂઆત

Social Share

મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજારો ખૂબ જ નજીવા વધારા સાથે લીલા રંગમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 16.32 પોઈન્ટના વધારા સાથે 80,098.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 67.30 પોઈન્ટના વધારા સાથે 24,412.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની 30 માંથી 22 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા જ્યારે 8 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. તેવી જ રીતે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 18 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. જ્યારે નિફ્ટીની 5 કંપનીઓના શેર કોઈ ફેરફાર સાથે ખુલ્યા હતા.

આજરોજ આ શેરમાં વધારો અને ઘટાડો નોંધાયો છે

આજરોજ એક્સિસ બેંક, એનટીપીસી, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, આઈટીસી, ઈન્ફોસીસ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં વધારો નોંધાો છે. તો હિન્દુસ્તાન યુનિલિવરનો શેર આજે મહત્તમ 1.97 %ના ઘટાડા સાથે ખુલ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 0.48 %, મારુતિ સુઝુકીના શેરમાં 0.44%, TCS ના શેરમાં 0.42%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.20%, પાવરગ્રિડના શેરમાં 0.11%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં 0.09 % અને કોટક બેન્કના શેરમાં 0.09 % નો ઘટાડો નોંધાયો હતો.

ગઈકાલે આ શેરમાં વધારો અને ઘટાડો નોંધાયો હતો

23 ઓક્ટોબરે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વના શેર સૌથી વધુ 0.93% ના વધારા સાથે ખુલ્યા હતા. જેએસડબ્લ્યુના શેર 0.80%, એચડીએફસી બેન્કના શેર 0.77%, અદાણી પોર્ટ્સના શેર 0.63 %, ટાટા સ્ટીલના શેર 0.57 %, ICICI બેન્કના શેર 0.54% અને સન ફાર્માના શેરમાં 0.54 % નો વધારો નોંધાયો હતો.