Site icon Revoi.in

તોફાન જવાદને લઈને આવ્યા મોટા સમાચાર,ખતરો ટળ્યો પણ અતિભારે વરસાદની આગાહી

Social Share

આંધપ્રદેશ :બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન જવાદને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભારતમા ડિસેમ્બરની હાડ થિજવતી ઠંડીની વચ્ચે ચક્રવાતી તૂફાન જવાદનો ખતરો મંડરાઈ રહ્યો હતો જે હવે ટળી ગયો છે. રવિવારે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. અને બપોર બાદ પૂરીનાં દરિયાકિનારા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે,આ વાવાઝોડાનું નામ સાઉદી આરબ દ્વારા જવાદ રાખવામાં આવ્યું હતું જેનો અર્થ થાય છે ઉદાર અથવા દયાળુ.

જાણકારી અનુસાર વાવાઝોડું જવાદ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે અને રવિવારે પૂરી પહોંચતા પહેલા કમજોર પડી જશે તેવી પૂરી સંભાવના છે. મોસમની વિભાગની આ આગાહી બાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

30 નવેમ્બરનાં રોજ આ વાવાઝોડું પેદા થયું હતું અને શુક્રવારે ચક્રવાતમાં ફેરવાઇ ગયું હતું જે બાદ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું. ઓડિશાન કેટલાક ગામડાઓ પણ ખાલી કરાવવાની નોબત આવી હતી. ત્યારે હવે ચક્રવાત ત્રાટકશે નહીં તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.