દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર લસિથ મલિંગા પોતાના વિચિત્ર એક્શનને માટે જાણીતા છે. યોર્કર બોલથી મલિંગા કોઈ પણ બેસ્ટમેનની વિકેટ લઈ શકે છે. મલિંગાનો જન્મ આજના દિવસે 1983માં શ્રીલંકાના ગાલેમાં થયો હતો. મલિંગાની કેપ્ટનીમાં જ વર્ષ 2014માં શ્રીલંકાએ ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. મલિંગનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગોલથી 12 કિમી દૂર રથગામામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા બસ મિકેનિક હતા અને તેઓ ગોલના બસ ડેપોમાં કામ કરતા હતા.
નાનપણમાં મલિંગા દરિયા કિનારે ટેનિસના બોલથી ક્રિકેટ રમતા હતા અને તેમની એક્શન શરૂથી જ વિચિત્ર હતી. તેમની આ એક્શન જ તેમની ઓળખ બની ગઈ હતી. વર્ષ 2001માં નેટ્સ ઉપર બેસ્ટમેન અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે શ્રીલંકાના સ્ટાર ખેલાડીઓ પણ તેમના બોલનો સામનો ન હતા કરી શકતા. આ ખેલાડીઓમાં અરવિંદ ડીસિલ્વાનો પણ સમાવેશ થાય છે. તેમણે મલિંગાને રમવા માટે તૈયાર કર્યો હતો. મલિંગાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક રેકોર્ડ બનાવ્યાં છે. તેમણે કુલ 546 વિકેટ લીધી છે. મલિંગાએ 30 ટેસ્ટમાં 101, 226 વન-ડેમાં 338 અને 84 ટી-20 મેચમાં કુલ 107 વિકેટ લીધી હતી. મલિંગાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ વાર હેટ્રીક લીધી છે જે એક રેકોર્ડ છે. વન-ડે ક્રિકેટમાં ત્રણ વાર હેટ્રેલ લેવાનો રેકોર્ડ તેમના નામે જ છે. આ ઉપરાંત ટી-20માં બે વાર હેટ્રીક લીધી હતી. વન-ડે અને ટી-20માં ચાર બોલ ઉપર સતત ચાર વિકેટ લેનારા તે એક માત્ર ખેલાડી છે. મલિંગાએ સચિન ઉપરાંત વિરેન્દ્ર સહેવાગ, શેન વોટસન જેવા બેસ્ટમેનોને 6-6 વાર આઉટ કર્યાં છે. મલિંગા વન-ડે ક્રિકેટમાં સૌથી વિકેટ લેવા મામલે 9માં ક્રમે છે. શ્રીલંકા ટીમની વાત કરીએ તો મુથૈયા મુરલીધરન (534) અને ચામિંડા વાસ (400)એ લીધી છે.