Site icon Revoi.in

ભારતીય વાયુસેનાની તાકાત થઈ બમણી- વધુ ત્રણ રાફેલ વિમાન ભારત આવી પહોંચ્યા

Social Share

દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી દેશની ત્રણેય સેનાઓને વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, ત્રણેય સેનાઓની તાકાતને બમણી કરવાના મોર્ચે અનેક પગલા ભૂતકાળમાં લેવાય ચૂક્યા છે, જેમાં ભારતીય વાયુ સેનાની તાકાતને બમણી કરવા માટે ફ્રાંસથી મંગાવવામાં આવતા રાફેલ લડાકૂ વિમાનનો પણ સમાવેશ થયો હતો.

ભારતે 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે વર્ષ 2016માં ફ્રાન્સની સાથે સોદો કર્યો હતો. મહત્વનું છે કે પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો 29 જુલાઈ 2020ના ભારત પહોંચ્યો હતો. આ સોદો 59 હજાર કરોડ રૂપિયામાં  કર્યો હતો. આ વિમાનોને વિતેલા વર્ષની 10 સપ્ટેમ્બરે અંબાલામાં એક કાર્યક્રમમાં સત્તાવાર રૂપથી ભારતીય વાયુસેનામાં સામેલ કરાયા હતા.

રાફેલ લડાકૂ વિમાનોનો હવે સાતમો જથ્થો પણ વધુ ત્રણ રાફેલ વિમાન સાથે ફ્રાન્સથી ભારત આવી ચૂક્યો છે. સીધા ફ્રાંસથી કોઈપણ જ્ગયાએ અટક્યા વિના આ રાફેલનો જથ્થો આઠ હજાર કિલો મીટરની લાંબી યાત્રા કરી ભારત આવી પહોંચ્યો છે.

ફ્રાસંથી આવેલા આ ત્રમ લડાકૂ વિમાનોને ભારતીય વાયુ સેનાની રાફેલ વિમાનોના બીજા સ્ક્વોડ્રનમાંસામેલ કરવામાં આવશે,ઉલ્લેખનીય છે કે ફ્રાન્સથી મોકલાવામાં  આવેલા આ વિમાનોને હવાઈ માર્ગમાં વચ્ચે સંયુક્ત અરબ અમીરાતની વાયુસેનાએ ઈંધણની જરુરીયાતને પુરી કરી હતી.

આ સમગ્ર મામલે ભારતીય વાયુ સેનાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ફ્રાન્સના ઇસ્ત્નેસ એર બેઝ પરથી ઉડાન ભરીવે ત્રણ રાફેલ વિમાનો નોનસ્ટોપ ભારત આવી પહોચ્યા છે, હવાઈ માર્ગમાં સહાયતા આપવા માટે યૂએઈ વાયુ સેનાને ભારતીય વાયુ સેનાનો આભાર માને છે.

ત્યારે આ ત્રમ વિમાન ભારત પહોંચતાની સાથે જ ભારતની વાયુસેનાની તાકાત બમણી થઈ ચૂકી છે કારણ કે હવે ભારતીય વાયુસેના  પાસે 24 રાફેલ વિમાનની સંખ્યા 24 થઈ ચૂકી છે.રાફેલ જેટની નવી સ્ક્વાડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર સ્થિત કરવામાં આવશે. પ્રથમ રાફેલ સ્ક્વાડ્રન અંબાલા વાયુ સેના સ્ટેશન પર સ્થિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે એક સ્ક્વાડ્રનમાં 18 વિમાન હોય છે.