Site icon Revoi.in

ભારતીય વાયુસેનાની તાકાત થઈ બમણી- સેનાને ફ્રાંસ તરફથી વધુ ત્રણ રાફેલ વિમાન મળ્યા

Social Share

 

દિલ્હીઃ- ભારત પોતાની ત્રણેય સેનાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સતત કાર્યશીલ રહે છે અને તે માટે અથાગ પ્રયત્ન કરી થી રહ્યા છે, ત્યારે રાફેલ એરક્રાફ્ટે ભારતની વાયુસેનાને વધુ મજબૂત બનાવી છે.

ત્યારે હવે ભારતીય વાયુસેનાને વધુ ત્રણ રાફેલ આપવામાં આવ્યા છે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ વિમાનો ફ્રાંસના એરબેઝ પરથી ટેકઓફ કર્યા બાદ સીધા ભારતમાં ઉતર્યા હતા

આ સાથે જ ઉડાન વખતે સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ આ એરક્રાફ્ટને એર-ટુ-એર રિફ્યુઅલિંગમાં મદદ કરી હતી.આ 3 રાફેલ ફાઇટર જેટના આગમન પછી, ભારતને હવે 36માંથી 35 રાફેલ ફાઇટર જેટ મળી ગયા છે.

હવે જે એક વિમાન બાકી છે જે 36મું છે  થોડા અઠવાડિયા પછી ફ્રાન્સથી ભારત પહોંચશે, જેનું ભારતને હસ્તાંતરણ મળી ગયું છે.ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચેના રાફેલ જેટ સોદામાં ઓફસેટ ક્લોઝ પણ કરારનો એક ભાગ હતી. ઉલ્લેખનીય છે કે ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રાફેલ જેટને અત્યાધુનિક ટેક્નોલોજી અને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે.

ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ રાફેલ એરક્રાફ્ટનું કન્સાઈનમેન્ટ સતત ભારતમાં આવતું રહે છે. આ એપિસોડમાં મંગળવારે સાંજે ત્રણ રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચ્યા હતા.
સપ્ટેમ્બર 2016માં ભારત સરકારે ભારતીય વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ફ્રાન્સથી ટેકઓફ કર્યા બાદ આ વિમાનોએ રોકાયા વિના આઠ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.