- આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે
- ટેન્કર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, પર્વતો અને ભેજવાળા પ્રદેશોમાંથી પસાર થઈ શકે છે
નવી દિલ્હીઃ ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, ગતિ અને સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે. પૂર્ણ સમારકામ કામ સાથે તે શક્તિશાળી અને ઘાતક બની છે. લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં ઓવરહોલ્ડ ટી-90 ભીષ્મ ટેન્કના લૉન્ચિંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
અંદાજે 47 ટન વજન ધરાવતી આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે. તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, પર્વતો અને ભેજવાળા પ્રદેશોમાંથી પસાર થઈ શકે છે.
125 MM સ્મૂથબોર ગનથી સજ્જ આ ટેન્ક વિવિધ પ્રકારના શેલ ફાયર કરવામાં સક્ષમ છે. તેનું સંચાલન ત્રણ-કમાન્ડર, ગનર અને ડ્રાઇવર સહિતના ક્રૂ દ્વારા કરાય છે, તેના ટોચ પર મૂકાયેલી એન્ટી એરક્રાફ્ટ ગન બે કિલોમીટરના વિસ્તારમાં લક્ષ્યને સાધી શકે છે, સાથે જ આ ટેન્ક પ્રતિ મિનિટ 800 જેટલા શેલ ફાયર કરી શકે છે.