ભારતીય સેનાની તાકાત વધશે, આવનારા વર્ષમાં બેડામાં સામેલ કરાશે 6 અમેરિકન અપાચે હેલિકોપ્ટર
દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ દિવસેને દિવસે વઘુ મજબૂત બની રહી છે ત્યારે હવે થલ સેના વઘુ મજબૂત બનવા જઈ રહી છે જાણકારી પ્રમાણેહવે પાયદળના સૈનિકને યુદ્ધના મેદાનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. દુશ્મનની ટેન્ક હોય કે કોઈ મોટો હુમલો, સેનાને તેમને નષ્ટ કરવા માટે એટેક હેલિકોપ્ટર મળવા જઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર આવતા વર્ષે સેનાને 6 અમેરિકન અપાચે હેલિકોપ્ટર મળશે. આનાથી ભારતીય સેનાની તાકાત ચોક્કસપણે વધશે ઉલ્લેખનીય છે કે વાયુસેના પાસે પહેલાથી જ 22 અપાચે હેલિકોપ્ટર છે. સેનાને તેની કામગીરી ઝડપી બનાવવા માટે એટેક હેલિકોપ્ટરની જરૂર છે. તેનાથી બંને વચ્ચે તાલમેલ સુધરશે અને પરિણામ પણ ઉત્તમ આવશે.
અપાચે રણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. ખરા અર્થમાં તે એક અદ્યતન મલ્ટીરોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે. એક સાથે અનેક મોરચે લડવામાં સક્ષમતા ઘરાવે છે. આ હેલિકોપ્ટર દિવસ-રાત અને કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે. આ હેલિકોપ્ટરની ડિઝાઇન એવી છે કે તેને રડાર દ્વારા સરળતાથી શોધી શકાતું નથી.