Site icon Revoi.in

ભારતીય સેનાની વધશે તાકાત,બેડામાં સામેલ થશે 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર

Social Share

દિલ્હી: ભારતની બંને તરફની આંતરરાષ્ટ્રીય સરહદો દુશ્મન દેશોથી ઘેરાયેલી છે. આ સરહદોની સુરક્ષા માટે હજારો સૈનિકો દિવસ-રાત તૈનાત છે. ભારત સરકાર દર વર્ષે સરહદોની સુરક્ષા જાળવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. સરહદો પર તૈનાત સૈનિકોને કોઈ કમી ન રહે તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.સરકાર સમય-સમય પર ઘણા અપડેટ્સ કરતી રહે છે જેથી સેના કોઈપણ સ્પર્ધામાં પોતાના દુશ્મન દેશોથી પાછળ ન રહી જાય. હવે આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ સંરક્ષણ મંત્રાલય સમક્ષ 156 સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ની માંગણી કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે વાયુસેનાની આ માંગને જલ્દી મંજૂર કરવામાં આવી શકે છે. તેનાથી વાયુસેનાની શક્તિમાં જબરદસ્ત વધારો થશે. અહીં બીજી મહત્વની વાત એ છે કે આ તમામ 156 હેલિકોપ્ટર સ્વદેશી હશે. તમામ ‘પ્રચંડ’ હેલિકોપ્ટરનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રચંડ હેલિકોપ્ટર આર્મીના કોમ્બેટ સર્ચ અને રેસ્ક્યુ, ડિસ્ટ્રક્શન ઓફ એનિમી એર ડિફેન્સ, કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન્સ અને રિમોટલી પાઇલોટ એરક્રાફ્ટને ડાઉન કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

આ હેલિકોપ્ટર હાઈ એલ્ટિટ્યુડ બંકર બસ્ટિંગ ઓપરેશનમાં પણ ખૂબ મદદરૂપ છે. તેના પર 700 કિલો વજનના હથિયારો ફીટ કરી શકાય છે. તેની મહત્તમ ઝડપ 268 કિમી પ્રતિ કલાક છે અને રેન્જ 550 કિમી છે. માહિતી અનુસાર 156 સ્વદેશી લાઇટ કોમ્બેટ ‘પ્રચંડ’ હેલિકોપ્ટરમાંથી 66 હેલિકોપ્ટર વાયુસેનાને અને 90 પ્રચંડ હેલિકોપ્ટર ભારતીય સેનાને આપવામાં આવી શકે છે.હાલમાં એરફોર્સ અને આર્મી બંને પાસે કુલ 15 હેલિકોપ્ટર છે. જેમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના પાસે છે અને પાંચ હેલિકોપ્ટર આર્મી પાસે છે. ભારતીય દળોએ આ સ્વદેશી હેલિકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદો નજીક આંતરરાષ્ટ્રીય સરહદો પર તૈનાત કર્યા છે.

મળતી માહિતી મુજબ ચીન-પાકિસ્તાન બોર્ડર પર નવા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટર વડે યુદ્ધાભ્યાસ પણ કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે તેની પ્રથમ સ્ક્વોડ્રન પાકિસ્તાન બોર્ડર પાસે તૈનાત છે. આ જ કારણ છે કે હવે ભારતીય સેનાના જવાનો માટે પાકિસ્તાન સરહદની આસપાસ દેખરેખ રાખવી વધુ અનુકૂળ અને સલામત બની ગઈ છે.આ હેલિકોપ્ટરની મદદથી સશસ્ત્ર દળોને ઘૂસણખોરીની ઘટનાઓને રોકવામાં મદદ મળી છે. એલસીએચની પ્રથમ સ્ક્વોડ્રન બેંગલુરુમાં બનાવવામાં આવી છે. આ હેલિકોપ્ટર સાત અલગ અલગ પહાડી વિસ્તારોમાં સાત અલગ-અલગ યુનિટ હેઠળ તૈનાત કરવામાં આવશે.

હેલિકોપ્ટરમાં બે લોકો બેસી શકે છે. સંપૂર્ણ સાધનો સાથે તેનું વજન 5,800 કિગ્રા છે. 3 કલાક અને 10 મિનિટ સુધી સતત ઉડવાની ક્ષમતા ધરાવે છે. તે 16,400 ફૂટની ઉંચાઈ પર ઉડાન ભરી શકે છે. હેલિકોપ્ટરની ફાયરપાવર વધારવા માટે તેમાં 20 એમએમની તોપ પણ છે. આ સાથે તેમાં ચાર હાર્ડપોઈન્ટ છે. જેના કારણે હેલિકોપ્ટરમાં રોકેટ, મિસાઈલ અને બોમ્બ લગાવી શકાય છે.