- ભારતીય નૌસેના વધારે મજબૂત
- આઈએનએસ વેલા અને વિશાખાપટ્ટનમ દળમાં સામેલ
- પ્રશાંત મહાસાગરમાં ભારતનું દમ વધ્યું
ચેન્નાઈ : દિવસે ને દિવસે વધતા જતા પડકારની સામે ભારતીય સેના પણ વધારે મજબૂત બનતી જાય છે. પ્રશાંત મહાસાગરમાં ચીનની ઘુસણખોરીને રોકવા માટે અને પોતાનું પ્રભૂત્વ જમાવી રાખવા માટે ભારતીય નેવીની તાકાતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
જાણકારી અનુસાર દેશના નેવીની શક્તિમાં વધારો કરતાં સબમરીન આઈએનએસ વેલાનો સમાવેશ કરાયો છે. નિષ્ણાતો આ સબમરીનને તમામ અભિયાન પાર પાડવામાં સક્ષમ મંચ તરીકે ઓળખાવે છે. ભારતીય નેવીમાં કલવરી શ્રેણીની સબમરીનના પ્રોજેક્ટ-75 હેઠળ કુલ છ સબમરીનને સેવામાં સામેલ કરવાની છે. આઈએનએસ વેલા આ શ્રેણીની ચોથી સબમરીન છે.
જો વાત કરવામાં આવે સંરક્ષણ ક્ષેત્રના જાણકારોની તો તે કહે છે કે આ સબમરીનના ભારતીય નેવીમાં સામેલ થવાથી ભારતની તાકાત વધી જશે અને આ ઉપરાંત દૂશ્મનોને પણ જવાબ આપવા માટે સક્ષમ છે.
આ સબમરીનમાં એક અત્યાધુનિક સોનાર અને સેન્સર સૂટ છે કે જે ઉત્કૃષ્ટ પરિચાલનની ક્ષમતા ઉપલબ્ધ કરાવે છે. આ સબમરીન પાસે પ્રણોદન મોટરના રૂપમાં એક સ્થાયી ચુંબકીય સિંક્રોનસ મોટર છે. આઈએનએસ વેલા અત્યાધુનિક શસ્ત્રો અને સેંસરથી સજ્જ છે. આ સબમરીન એકવાર પોતાના લક્ષ્યને ફિક્સ કર્યા બાદ પોતાની ફ્લાઇંગ ફિશના નામે જાણીતી સબમરીન વિરોધી મિસાઇલનો અથવા ભારે વજન ધરાવતાં ટોરપિડોનો ઉપયોગ કરી શકે છે.
ભારતીય નેવીએ એક સપ્તાહની અંદર આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ વેલાના રૂપમાં બે સિદ્ધિ હાંસલ કરી છે.
હાલની બદલાતી અને જટિલ સુરક્ષા પરિસ્થિતિના સંદર્ભમાં વેલાની ક્ષમતા અને સૈન્ય શક્તિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના સમુદ્રી હિતોની રક્ષા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે. નૌસેનાના જણાવ્યા અનુસાર વેલામાં છૂપાઈ રહેવાની ઉન્નત ક્ષમતા છે.