1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા લેખિતમાં ખાતરી ન અપાય ત્યાં સુધી લડત ચાલુ રખાશે
આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા લેખિતમાં ખાતરી ન અપાય ત્યાં સુધી લડત ચાલુ રખાશે

આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા લેખિતમાં ખાતરી ન અપાય ત્યાં સુધી લડત ચાલુ રખાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલની લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાનું સર્વાનુમતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની કારોબારી અને પગલાં સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આથી અચોક્કસ મુદતની હડતાલ કેટલા દિવસ ચાલે છે તે તો આગામી સમય જ બતાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા મલ્ટી પરપજ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝરના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ત્રણેક વર્ષથી લડત આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં કર્મચારીઓએ પેન ડાઉન, ઓનલાઇન એન્ટ્રી નહી કરવા તેમજ આરોગ્ય વિભાગની વિવિધ આરોગ્ય સેવાના વોટ્સએપ ગૃપમાંથી કર્મચારીઓ લેફ્ટ થઇ ગયા હતા. તેમ છતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલ માટે રસ દાખવ્યો નથી. ત્યારે આરોગ્ય કર્મચારીઓ ગત તારીખ 8મી, ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોગ્ય કેન્દ્રોના ફિલ્ડના કર્મચારીઓની હડતાલને પગલે ડોર ટુ ડોર સર્વે, તાવ, મેલેરીયા, ડેન્ગ્યુ અને એચ1એન1 સહિતના સર્વેની કામગીરી અટકી પડી છે. ઉપરાંત હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગચાળાને નાથવાની કામગીરીને પણ અસર પડી રહી છે. જ્યારે બીજી તરફ વરસાદે વિરામ લેતા હાલમાં જિલ્લામાં કોરોના, એચ1એન1, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો સહિતની બિમારીના કેસો વધી રહ્યા છે. જે આગામી સમયમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો વકરવાની શક્યતા રહેલી છે. ત્યારે આરોગ્ય વિભાગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે ત્રણ ત્રણ બેઠકો કરવા છતાં નિર્ણય લીધો નથી. માત્ર ઠાલા આશ્વાસનોથી લોલીપોલ આપવા આવતા કર્મચારીઓમાં રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. આથી જ્યાં સુધી લેખિત આદેશ કરવામાં આવે નહી ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાનો આદેશ આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code