વિદ્યાર્થીની ઉત્તરવહી થઈ વાયરલઃ પ્રશ્નોના આપેલા ગજબ જવાબથી શિક્ષક પણ મુઝમણમાં મુકાયાં
દિલ્હીઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપેલા રમૂજ જવાબોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરમિયાન તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એવા જવાબ આપ્યાં છે કે વિદ્યાર્થીના માર્ક કેવી રીતે કાપવા… વિદ્યાર્થીના જવાબ સાચા ના હતા પરંતુ તેને ખોટા પણ ના કહી શકાય, તેવા હોવાથી તેની ક્રિએવિટીને ધ્યાનમાં રાખીને પેપર ચેક કરનારા ટિચએ A પ્લસ ગ્રેડ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં વિદ્યાર્થીની ક્રિએવિટીને પણ વખાણી રહ્યાં છે. વિદ્યાર્થીની ઉત્તરવહીનો આ ફોટો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ લોકો વિદ્યાર્થીની ક્રિએટીવીને વખામી રહ્યાં છે. એવું તો વિદ્યાર્થીને પરીક્ષામાં છુ પૂછાયું હતું કે તેના જવાબ વાંચીને ટીચર પણ માર્ક ના કાપી શક્યાં.
પ્રશ્ન: નેપોલિયન કયા યુદ્ધમાં માર્યો ગયો હતો?
જવાબ – તેના છેલ્લા યુદ્ધમાં.
પ્રશ્ન- સ્વતંત્રતાની ઘોષણા પર ક્યાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા?
જવાબ – છેલ્લા પેજ પર.
પ્રશ્ન- રાવી નદી કયા સ્ટેટમાં વહે છે?
જવાબ- લિક્વીડ સ્ટેટમાં.
પ્રશ્ન- છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે?
જવાબ: લગ્ન.
વિદ્યાર્થીની ઉત્તરવહીનો