આજના આધુનિક જમાનામાં આંખોના નંબરને કારણે ચશ્મા એક સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે હવે યુવાનો પોતાના ચહેરાને અનુરૂપ નંબરના ચશ્મા પહેરવાનું પસંદ કરે છે. જેથી તેઓ સ્ટાઈલિશની સાથે સ્માર્ટ પણ લાગે. થોડી સમજદારી પૂર્વક નંબરના ચશ્માની પસંદગી કરવામાં આવે તો યોગ્ય કન્ફર્ટની સાથે સ્ટાઈલીશ લુક પણ હાંસીલ કરી શકાય છે. જો આપ પણ મોટા ચશ્માથી પરેશાન છો તો તમે પણ સારા અને સ્ટાઈલિશ નંબરના ચશ્મા પહેરીને વધારે સુંદર લાગી શકો છે.
- ચશ્માની ફ્રેમ પસંદ કરતા રાખો ધ્યાન
ફ્રેમની પસંદગી કરતી ધ્યાન રાખો કે આઈબ્રોને ટચ થાય એટલી મોટી ફ્રેમથી દૂર રહેવુ જોઈએ. ફ્રેમની સાઈઝ આપના ચહેરાને અનુકુળ જ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત ચશ્માની ફ્રેમ ચહેરાના શેપના કોન્ટ્રાસ્ટમાં હોવી જોઈએ. આંખોની કીકીના રંગની ફ્રેમ પણ મળે છે, આપ એની ઉપર પણ પસંદગી ઉચારી શકો છે.
- ચહેરાની આકારનું રાખો ધ્યાન
આપના ચહેરાને અનુકુળ ચશ્માની ફ્રેમ પસંદ કરવી જોઈએ. વિવિધ ચહેરાને અનુકુળ ચશ્માની ફ્રેમ મળે છે. જેથી ચશ્માની ફ્રેમની પસંદગી પહેલા ચહેરાને શુટ થાય તેવી ફ્રેમ લેવી જોઈએ.ઓવલ શેપ માટે ફ્રેમ પસંદગી કરતી વખતે ચશ્માની ફ્રેમ બહુ પાતળી અને બહુ જાડી ના હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. આવા આકારના ચહેરાવાળાઓને માટાભાગે તમામ પ્રકારની ફ્રેમ સૂટ કરે છે. આયતાકાર લંબચોરસ ચહેરો હોય તો વર્ક, ડિઝાઈનવાળા ચશ્મા સારા ચાલે છે. તેમજ ધ્યાન રાખવું જોઈએ કે ચશ્માના બ્રિજ વધારે લાંબા ન હોય. ત્રિકોણકાર ચહેરા માટે ચશ્માના નીચેનો ભાગ થોડો મોટો હોય તેવી ફ્રેમ પસંદ કરવી જોઈએ .આવા ચહેરા પર રિમલેસ ચશ્મા પણ સારા દેખાશે. ચોરસ ચહેરા માટે ઓવલ અને ગોળ ફ્રેમના ચશ્મા વધારે સારા લાગશે.
- વાળના રંગનું પણ મહત્વ
ચશ્માની ફ્રેમનો રંગ આપના વાળને કોમ્લિમેન્ટ કરે છે. તો આપ ચોક્ક્સ સ્ટાઈલીશ લાગશો. આપના વાળ કાળા અથવા ભારે ભૂરા હોય તો ડાર્ક શેડ્સ, બોલ્ડ કલર્સ અને એકથી વધારે શેડ્સના કોમ્બિનેશનવાળા ચશ્મા પસંદ કરી શકો છો. આપના વાળ સામાન્ચ ભૂરા છે તો મેટલ અથવા પેસ્ટલ શેડ્સની લાઈટ ફ્રેમ વધારે સારી લાગશે.