ગાંધીનગરઃ રાજયમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંગે યુવા પેઢી અભ્યાસક્રમથી માહિતગાર થાય તે માટે ધોરણ 9- 10- 11અને 12 મા મરજીયાત વિષય તરીકે અભ્યાસક્રમ માં ઉમરો કરવાનું સરકારની વિચારણા હેઠળ હોવાના સંકેત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ આપ્યા છે.
રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માં સંશોધન કરનારાને પણ સરકાર પ્રોત્સાહિત કરશે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી તરફ યુવા પેઢી આગળ વધે તે હેતુથી ધોરણ 9-10-11-12માં મરજિયાત વિષય તરીકે પ્રાકૃતિક વિષયને ભણાવાશે.આ વિષય ને સ્પેશ્યલ સબ્જેક્ટ તરીકે ધો 9 થી 12 ના અભ્યાસમાં ઉમરો કરાશે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ખેતી ક્ષેત્રે વધી રહ્યો છે. કોમિકલ્સના ઉપયોગથી ખેતીની ફળદ્રુપ જમીનો પણ ભવિષ્યમાં બન્જર બની જશે. આથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારીત ખેતી તરફ રાજ્ય આગળ વધી રહ્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી ને પ્રાત્સહિત કરવા માટે રાજ્ય સરકાર અલગ અલગ વિષયોમાં સંશોધન કરનારને સહાય આપે છે. ત્યારે આપતાં પ્રોત્સહન સહાયમાં પણ પ્રાકૃતિક ખેતી નો ઉમેરો કરાશે અને એમા સંશોધન કરનારને પણ સરકાર દ્વારા સહાય અપાશે તેવી સ્પષ્ટતા રાજ્યના શિક્ષણ મંત્રી એ કરી હતી.