Site icon Revoi.in

દ.ગુજરાતના ખેડુત યુવાનનું નવું સાહસ – પાણીની ટાંકીમાં કરી મોતીને ખેતી

Social Share

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સમુદ્ધમાંથી અવનવી ચીજો મોંઘા ઘટ્ટ મોતીઓ મળી રહે છે, અને મોતી ખાસ કરીને દરિયાના તળીયેથી જ નીકળી છે એવું માનીએ છીએ, જો કે મોટા મોટા તળાવમાં પણ મોતીની ખેતી થતી હોય છે જેમા માટે વિશાળ પાણી વાળી જગ્યા જોઈએ છે. જો કે એક ખેડૂતે મોતીની ખેતી કરવાનું સાહસ કર્યું તે પણ પાણીથી ભરેલી સિમિત જગ્યામાં .

આ વાત છે તાપી જિલ્લાના વેડછી ગામના હેંમત ભાઈ ચોધરીની,આ આદિવાસી એન્જિનિયર યુવાન કે જેણે પાણીની ટાંકીમાં મોતીની ઉપજ કરવાની શરુઆત છે. હાલ તેમની આ આવડતને લઈને તેઓ ઘણા ચર્ચામાં છવાયા છે, સામાન્ય રીતે મોતીની ખેતી માટે મોટી જગ્યાઓનો ઉપોયગ કરવામાં આવે છે ત્યારે આ યુવકે પોતાની પ્રતિભાથી સિમિત જગ્યામાં આ કાર્ય કરવાનું મોટૂ સાહસ ખેડ્યું છે.

હેમંત ભાઈએ પોતાના ઘરે પાણીના  ટાંકા બનાવી મોતીની ખેતી કરવાની શરૂઆત કરી છે. આ મોતી થકી આ યુવાન એક વર્ષના અંતમાં મોતીની ઉપજ મેળવી શકશે.આ સાથે જ તેઓ પૈસા પણ કમાઈ શકે છે, લાખો રુપિયા મોતીની ઉપજમાંથી મેળવી શકાય છે.

હેમંત ભાઈએ કંઈક કરી બતાવાના સાહસ સાથે સરફરાઝભાઈનો સંપર્ક કર્યો હતો. આ એક્સપર્ટ કાચા મોતીની સર્જરી કરી છીપમાં ભરવાનું કામ કરે છે અને હેમંતભાઈને તેઓ પાસે ખાસ  તાલીમ  લીધી હતી. આ  મોતી પાકી જતા એક મોતીની કિંમત આશરે 100 રૂપિયા મળશે.

આ ખેતી કરવા માટે તેમણે 3 જેટલા પાણીના ટાંકા બનાવી તેમાં બે હજાર જેટલા છીપનું વાવેતર કર્યું છે એટલે કે છીપને પાણીમાં નાખ્યા છે. જેમાં કાચા મોતી નાંખીને તેની શરૂઆત કરવામાં આવે છે. હવે એક વર્ષ દરમ્યાનમાં મોતી સ્વરૂપે  તેની ઉપજ મળશે.

દક્ષિણ ગુજરાતના છેવાડાના ગામમાં કોઈએ મોતીની ખેતી કરવાનું સાહત કર્યું હોય તે કદાચ આ પ્રથમ વખત બન્યું છે.હવે આદીવાસી ખેડૂત મોતીની ખેતી કરીને એક વનું સાહસ પાર પાડશે, આમ તો તળાવમાં જ આ ખેતી થતી હોય છે ત્યારે ટાકીમાં મોતીની ખેતી કરવી ખૂબ સાહસ વાળી વાત સાબિત થાઈ છે જે હેંમત ભાઈએ કર્યું છે