1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હીરા ઉદ્યોગમાં એકાએક રફની અછત સર્જાતા જ્વેલરી ઉત્પાદનને પડ્યો ફટકો
હીરા ઉદ્યોગમાં એકાએક રફની અછત સર્જાતા જ્વેલરી ઉત્પાદનને પડ્યો ફટકો

હીરા ઉદ્યોગમાં એકાએક રફની અછત સર્જાતા જ્વેલરી ઉત્પાદનને પડ્યો ફટકો

0
Social Share

સુરતઃ કોરોનાના કાળમાં પણ હીરો ઉદ્યોગમાં તેજી જોવા મળી હતી. તૈયાર હીરાની માગમાં વધારો થતાં હીરા ઉદ્યોગને ઘણી રાહત મળી હતી. ત્યાંજ ફરીવાર રફ હીરાની એકાએક અછત સર્જાતા હારી ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મુકાયો છે. રફ હીરાના પુરવઠાની અછત થતા ઘરઆંગણે હીરા જડીત દાગીનાના ઉત્પાદનને પણ અસર પહોંચી છે. ઘરઆંગણે હીરાના કટીંગ અને પોલીશ્ડના કામકાજની સાથે પાછલા એક દસકામાં જ્વેલરી ઉત્પાદન પણ થવા લાગ્યુ છે. અનેક મોટી કંપનીઓએ ગોલ્ડ અને ડાયમંડ જડીત દાગીનાનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેના કારણે યુવાઓ માટે એક નવી દિશામાં રોજગારીના દ્વાર ખુલ્યા હતા. પરંતુ છેલ્લા બે-અઢી માસથી રફ હીરાના પૂરવઠાની સપ્લાય ઓછી થતા ઉત્પાદનને અસર થઇ છે. અંદાજે 30 થી 35 ટકા કામકાજ ઘટ્યા હોવાનું ઉત્પાદકો જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં 350ની આસપાસ જ્વેલરી ઉત્પાદન કરતા એકમો છે. આગામી દિવસોમાં એકમોની સંખ્યા વધે તેમ છે. વર્ષે કરોડો રૂપિયાની જ્વેલરી સુરતના એકમોમાંથી તૈયાર કરીને વિદેશ નિકાસ કરવામાં આવી રહી છે. એવામાં આગામી વર્ષોમાં આ ક્ષેત્રે યુવાઓ માટે નવી તકો અને બજારનું નિર્માણ થવાની શક્યતા છે, પરંતુ હાલ હીરાના રફની અછતના કારણે કામકાજને અસર પહોંચી હોવાનું ઉત્પાદકો કહી રહ્યા છે.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, રફના ભાવ વધ્યા હોવાથી રફની સપ્લાય પર અસર પહોંચી હોવાનું તારણ આવ્યું છે. રફની અછત થવા પાછળ વૈશ્વિક સ્તરના સમીકરણો પણ કારણભૂત છે. એકથી વધુ કારણોના કારણે રફની અછત સર્જાય છે. ભાવ અને ઉપરથી જ માલનો પૂરવઠો આવતો ન હોવાથી ઘરઆંગણે ઉત્પાદકો દાગીનાનું કામકાજ આગળ વધારવા સક્ષમ નથી. રફ હીરાની ક્વોલીટી પણ મહત્વનો મુદો છે. અનેક એકમો પાસે કામકાજ ઘણા છે પણ હીરાની સપ્લાય મળતી નથી. કામકાજ ઘટતા અનેક એકમોએ કામકાજનો સમયગાળો ઘટાડ્યો છે. રફ હીરામાં સપ્લાય શોર્ટ થવાની આ સમસ્યા પેદા થઇ છે.’
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સુરતમાં જ્વેલરી ઉત્પાદનનું એક નવું ક્ષેત્ર ખુલ્યા બાદ નવા માર્કેટની શોધ માટે આહિંના ઉત્પાદકો સમયાંતરે દુનિયાભરના જ્વેલરી શોમાં ભાગ લેવા માટે જતા હોય છે. દુબઇમાં શરૂ થયેલા જ્વેલરી શોમાં ભાગ લેવા માટે સુરતના 25 જ્વેલરી ઉત્પાદકો ગયા છે. બે દિવસીય આંતરરાષ્ટ્રીય જ્વેલરી શોનું આયોજન દુબઇમાં થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code