Site icon Revoi.in

અહીં 76 દિવસ સુધી નથી આથમતો સૂર્ય,રાત માત્ર 40 મિનિટ માટે થાય છે,જાણો રસપ્રદ વાર્તા

Social Share

આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયા પ્રકૃતિ મુજબ ચાલે છે. સમય મુજબ દિવસ થાય છે અને પછી રાત પડે છે.જોકે,અલગ-અલગ જગ્યાઓ પર તેમાં અંતર જરૂરથી જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે,આ ધરતી પર એક એવી જગ્યા છે જ્યાં રાત માત્ર 40 મિનિટની હોય છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ બિલકુલ સત્ય છે. તો આવો જાણીએ કઈ એવી જગ્યા છે જ્યાં માત્ર 40 મિનિટ જ રાત પડે છે.

નોર્વેનું નામ તો તમે સાંભળ્યું જ હશે.નોર્વે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં માત્ર 40 મિનિટ માટે જ રાત થાય છે. એવું કહેવાય છે કે, અહીં રાત 12:43 કલાકે સુરજ સંતાઈ જાય છે અને 40 મિનિટના અંતરે ઉગે છે. રાતના દોઢ વાગ્યાની સાથે જ પક્ષીઓ કિલકિલાટ કરવા લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે,આ પ્રક્રિયા માત્ર થોડા દિવસો જ નહીં પરંતુ લગભગ અઢી મહિના સુધી ચાલે છે.નોર્વેને ‘કન્ટ્રી ઓફ મિડનાઈટ સન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દેશ આર્ક્ટિક સર્કલ હેઠળ આવે છે. અહીં મે અને જુલાઈ વચ્ચે 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી. હેમરફેસ્ટ શહેરમાં તમને આવો નજારો જોવા મળશે. નોર્વેની ખાસિયત એ છે કે,તેની સુંદરતા જોવા પર જ બને છે. આટલું જ નહીં, આ દેશમાં એક એવું શહેર છે જ્યાં છેલ્લા 100 વર્ષથી લોકોએ સૂર્ય પણ જોયો નથી. કારણ કે, આખું શહેર પહાડોથી ઘેરાયેલું છે. તો જ્યારે પણ તમને અહીં જવાનો મોકો મળે તો ચોક્કસથી આ નજારાનો આનંદ માણો.