- મકાન કાયદેસર હોય તો તેને તોડી ના શકાયઃ કોર્ટ
- દેશમાં કાયદાનું શાસન છે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ફોજદારી કેસના મામલામાં બુલડોઝરની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતના એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટકોર કરી હતી કે, પરિવારના કોઈ સભ્ય સામે ગુનો નોંધાયો હોય તો તેમના ઘર ઉપર બુલડોઝર કાર્યવાહી આધાર ના બનાવી શકાય. દેશમાં કાયદાનું શાસન છે. બે કેસને મિશ્રિત કરીને પગલાં લેવા યોગ્ય ગણાશે નહીં. જો મકાન કાયદેસર હોય તો તેને તોડી ન શકાય.
ગુજરાતના ખેડાના એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, નગરપાલિકા તેમના કાયદેસર રીતે બંધાયેલા મકાનને તોડી પાડવા માંગે છે. પરિવારના એક સભ્ય સામે એફઆઈઆર નોંધાયા બાદ આવું કરવામાં આવી રહ્યું છે. આ મામલે નોટિસ જારી કરીને સુપ્રીમ કોર્ટે પાલિકાની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આકરી ટીપ્પણી પણ કરી હતી. જસ્ટિસ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની બેન્ચે કહ્યું કે, દેશમાં કાયદો સર્વોચ્ચ છે. કોર્ટ આવી કાર્યવાહી સામે આંખ આડા કાન ન કરી શકે.
ગુજરાતના ખેડા જિલ્લામાં રહેતા પીટીશનર જાવદાલી મહબૂબમીયા સૈયદે દાવો કર્યો છે કે, કઠલાલ નગરપાલિકા તેમના એક પૈતૃક મકાનને કાયદેસર હોવા છતાં તેને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે, 2 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમના ભાઈ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને હુમલાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. ચાર દિવસ પછી, એટલે કે 6 સપ્ટેમ્બર 2024ના રોજ, નગરપાલિકાએ તેમને એક નોટિસ મોકલી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું ઘર તોડી પાડવામાં આવશે. અરજીમાં સૈયદે એવી દલીલ કરી હતી કે, ઘર તોડી પાડવાનો હેતુ પરિવારના એક સભ્ય પર લગાવવામાં આવેલા ગુનાહિત આરોપો માટે સમગ્ર પરિવારને સજા કરવાનો હતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું, “ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવા માટેનું કારણ નથી.