Site icon Revoi.in

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

International news- suprim court
Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને આ કોર્ટમાંથી કાઢી નાખીશ.

એક તરફ આરજી કર મુદ્દે સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. કોલકાતા સહિત દેશના ઘણા શહેરોમાં આ મુદ્દે જુનિયર ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોલકાતામાં આ ઘટના બાદથી જુનિયર ડોક્ટરો હડતાળ પર છે તો બીજી તરફ ડોક્ટરોની આ હડતાલને અલગ-અલગ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આરજી ટેક્સ કેસમાં સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. મંગળવારે આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને આ કોર્ટમાંથી કાઢી નાખીશ.

CJIએ આ માટે વકીલને ઠપકો આપ્યો અને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી, તમે બારના સભ્ય છો, અમે જે કહીએ છીએ તેના માટે અમારે તમારી પુષ્ટિની જરૂર નથી.તમે જે કહો છો તેના માટે કાયદાકીય શિસ્તના નિયમોનું પાલન કરવું જોઈએ.અમે અહીં એ જોવા નથી આવ્યા કે તમે કોઈ ચોક્કસ રાજકીય હોદ્દા ધરાવતા લોકો વિશે શું અનુભવો છો,આ અમારી ચિંતાનો વિષય નથી.અમે ફક્ત ડૉક્ટરોની ફરિયાદોનો નિકાલ કરી રહ્યા છીએ. જો તમે મને મુખ્ય પ્રધાને રાજીનામું આપવાનો નિર્દેશ આપવાનું કહો, તો તે કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ જ્યારે વકીલે દલીલ ચાલુ રાખી તો મુખ્ય ન્યાયધીશે  તેને ચેતવણી આપી કે તેણે કોર્ટ છોડવી પડશે. મુખ્ય ન્યાયાધીશે વકીલને સ્પષ્ટ કહ્યું કે જુઓ, મને માફ કરજો, કૃપા કરીને મારી વાત સાંભળો, નહીં તો હું તમને કોર્ટમાંથી બહાર મોકલી દઇશ

આ કેસમાં જુનિયર ડોકટરો દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તેઓને તેમનું કામ ફરી શરૂ કરવામાં કોઈ મુશ્કેલી નથી. જો કે 16 સપ્ટેમ્બરના રોજ તેમની અને મુખ્યમંત્રી વચ્ચે થયેલી સહમતી મુજબનાં પગલાં લેવામાં આવે.ડોકટરોએ કહ્યું કે તેઓ આજે કામ પર પાછા ફરવા અંગે ચર્ચા કરવા માટે આજે બેઠક મળશે.પશ્ચિમ બંગાળ સરકારે પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જે સમયગાળા દરમિયાન ડોક્ટર આંદોલન કરી રહ્યા હતા તે સમયગાળા માટે કામ પર પાછા ફરનારા ડોકટરો સામે કોઈ દંડાત્મક અથવા પ્રતિકૂળ પગલાં લેવામાં આવશે નહીં.