- અગાઉ ગુજરાત હોઈકોર્ટે પણ ખાનગી બસ સંચાલકોની રિટ ફગાવી હતી,
- સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસોને પ્રવેશબંધી,
- વૈકલ્પિત રૂટ્સ આપવાની માગ પણ નામંજુર કરી હતી
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસો તેમજ ટ્રકો અને ભારે વાહનોને પ્રવેશ બંધી છે. આથી ખાનગી બસના સંચાલકોએ સરકારને રજુઆત કર્યા બાદ સરકારે નમતું ન જોખતા આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી પણ હોઈકોર્ટે ખાનગી બસ સંચાલકોની રિટ ફગાવી દેતા સુપ્રીમ કોર્ટમાં રિટ કરવામાં આવી હતી. પણ સુપ્રીમ કોર્ટે પણ રિટ ફગાવી દીધી છે. ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટથી ઝટકો મળ્યો છે.
અમદાવાદ શહેરમાં ખાનગી બસોના પ્રવેશ મુદ્દે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ હાઈકોર્ટની ખંડપીઠે પણ સંચાલકોની અરજીને ફગાવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં રિટ કરાતા ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટથી ઝટકો મળ્યો છે. સંચાલકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે બસ સંચાલકોની અરજી ફગાવી હતી. 2004માં 18 રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી હતી. જેમાં કોર્ટે ટાંક્યુ હતુ કે, જે લોકો લક્ઝરી બસ સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે, તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઈ શકાય નહીં, તેવું હાઇકોર્ટનું અવલોકન હતું. સાથે વૈકલ્પિક રૂટ આપવાની સંચાલકોની રજૂઆત પણ કોર્ટે ફગાવી હતી. ધંધા રોજગારના અધિકાર અને RTOના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પણ સુપ્રિમ કોર્ટે પણ ખાનગી બસ સંચાલકોની અરજી ફગાવી દીધી હતી.